બાળકોને YouTube ખોલી આપતા પહેલા આ સેટિંગ જરૂરથી કરજો!

Jaydeep
By -
0

અમદાવાદ: આજના બાળકો મોબાઈલમાં જ રચ્યાં-પચ્યાં રહે છે. જ્યાં તે ફોનમાં સૌથી વધુ સમય ગેમ્સ અને YouTube માં ગાળે છે એવામાં youtube પર આવતા અનિચ્છનીય કન્ટેન્ટથી તેમને બચાવવા જોઈએ. સીધી વાત છે કે આ ઉંમરમાં આવો કન્ટેન્ટ બાળકોની માનસિકતા પર અસર કરે છે તમે થોડા સમય માટે પણ બાળકને ફોન આપો છો તો ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે.

How to protect children for adult content in YouTube
      
Youtube એ એક માત્ર પ્લેટફોર્મ નથી આવા ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં દરેક પ્રકારના કન્ટેન્ટ જોવા મળે છે પરંતુ બાળકો સૌથી વધુ સમય youtube અને ગેમ્સમાં ગાળે છે. એવામાં જો બાળક Youtube ચલાવતું હોય અને અનિચ્છનીય કન્ટેન્ટ આવી જાય તો ખૂબ જ શરમજનક બાબત છે તેની બાળકો પર ખૂબ જ ખરાબ અસર પડે છે આ પ્રકારના કન્ટેન્ટ ને બાળકો સામે આવતા રોકવા માટે Youtube સેટિંગમાં Restricted Mod (રીસ્ટ્રિક્ટેડ મોડ) નો ઓપ્શન આપવામાં આવ્યો છે.



Restricted Mod (રીસ્ટ્રિક્ટેડ મોડ) શું કામ કરે છે


YouTube એક ખુબ જ લોકપ્રિય વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ છે. જે આપણને આપણી સર્ચ અને વોચ હિસ્ટ્રી મુજબ કન્ટેન્ટ બતાવે છે. જો કોઈ એડલ્ટ કન્ટેન્ટ જોતું હોય તો વારંવાર તે પ્રકારના કન્ટેન્ટ તેની સામે આવે છે. YouTube માં રીસ્ટ્રિક્ટેડ મોડ નો ફીચર આપવામાં આવ્યો છે 


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


આ મોડ દ્વારા સજેસ્ટ થતા કન્ટેન્ટને ફિલ્ટર કરી દેવામાં આવે છે જેથી ભૂલથી પણ આ પ્રકારનો કન્ટેન્ટ નજરે પડતો નથી. આ મોડથી અનિચ્છનીય કન્ટેન્ટથી બચી શકાય છે. અને બાળકો માટે YouTube ને વધુ સુરક્ષિત બનાવી શકાય છે. જે આપણા વ્યક્તિગત ડેટાને વધુ સુરક્ષિત બનાવે છે.



આવી રીતે Restricted Mod ઓન કરો

• સૌ પ્રથમ YouTube એપ ખોલી હોમપેજ પર જવું.

• હોમપેજ માં નીચે જમણી બાજુ પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરવું.



• પ્રોફાઇલમાં ઉપર જમણી બાજુ સેટિંગ આઇકન પર ક્લિક કરવું.




• ત્યારબાદ સૌથી પહેલો General (જનરલ) ઓપ્શન પસંદ કરવો.

• General (જનરલ) ઓપ્શનમાં જઈ નીચે રીસ્ટ્રિક્ટેડ મોડ ઓન કરવો.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)