અમદાવાદ: Xiaomi ટુંક સમયમાં Smart Band 9 લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ બેન્ડને Smart band 8 ની નવા જનરેશન તરીકે તેને લોન્ચ કરશે. ઉલ્લેખનિય છે કે Smart Band 8 ને કંપની દ્વારા ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી અને તે બેન્ડની સકસેસર તરીકે Smart band 9 ને લોન્ચ કરવામાં આવશે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે Xiaomi Bend 9 એ IMDA ડેટાબેઝ પર સ્પોટ થઈ હતી.
Xiaomi ખૂબ જ જલ્દી તેની ફિટનેસ સ્માર્ટ બેન્ડ 9 ને ગ્લોબલી લોન્ચ કરવાની તૈયારીમાં હોય એવું કહી શકાય છે કારણ કે આ ફિટનેસ બેન્ડ IMDA પર જોવા મળી હતી જે સિંગાપોરનું સર્ટિફિકેશન પ્લેટફોર્મ છે, જેથી કહી શકાય કે કંપની આ ફિટનેસ બેન્ડને ટુંક સમયમાં લોન્ચ કરશે.
Xiaomi Smart Band 9 ના અપેક્ષિત સ્પેસિફિકેશન્સ
• 1.6 ઇંચ ની AMOLED ડિસ્પ્લે જે 600 નિટ્સ પિક બ્રાઇટનેસ સાથે આવશે જે ઓલવેઝ ઓન ડિસ્પ્લે નો ફીચર ધરાવે છે.
• કંપની વિવિધ સ્ટ્રેપ વિકલ્પ પણ આપશે જેમાં લેધર, વોવન લેધર, TPU સ્ટ્રેપ અને હોલો બ્રેસલેટ નો સમાવેશ થાય છે ખાસ વાત એ છે કે નેકલેસ એસેસરીઝ ની સાથે તેને ગળામાં પણ પહેરી શકાશે.
• આ ફિટનેસ બેન્ડ વોટર રજીસ્ટન્સ સાથે આવે છે જે 50 મીટર ઊંડા પાણીમાં રહી શકે છે.
શું છે આ ફિટનેસ બેન્ડ 8 ના ફીચર્સ
Smart Band 8 માં 150 થી પણ વધારે સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે જેમાં રનીંગ, સાયકલ ટ્રેકર, બોક્સિંગ, IPO2 સેન્સર, સ્લીપ ટ્રેકર જેવા મોડ જોવા મળશે. આ ઉપરાંત આ બેન્ડ ફિટનેસ ટ્રેકિંગ ફિચર્સ પણ સપોર્ટ કરે છે. 190MAH ની બેટરી સાથે આવનાર આ ડિવાઇસ 16 દિવસ સુધીનું બેટરી બેકઅપ આપે છે.
ક્યારે લોન્ચ થશે?
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કંપની ફિટનેસ બેન્ડ ના બે મોડલ લોન્ચ કરશે તેનું બેઝ મોડલ નંબર M2345B1 અને NFC મોડલ નંબર M2336B1 બતાવવામાં આવ્યા છે આ બંને વર્ઝન ચીનના સર્ટિફિકેશનમાં જોવા મળ્યા હતા.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
Xiaomi એ Smart Band 8 Pro ને ફેબ્રુઆરી 2024 માં લોન્ચ કરી હતી જેથી કહી શકાય છે કે આવનારી સ્માર્ટ બેન્ડમાં કેટલાક સમાન ફીચર્સ હશે. જે હવે ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ થશે.