થોડા દિવસોમાં Vivo નો આ જોરદાર ફિચર્સ ધરાવતો ફોન લૉન્ચ થશે, કિંમત માત્ર 15,000 રૂપિયા!

Anand
By -
0

અમદાવાદ: Vivo એ તેના નવા સ્માર્ટફોન Vivo T3x 5G ને આ મહિનામાં ભારતીય બજારમાં લોન્ચ કરવાનો સંકેત આપી દિધો છે. આ ફોનને ખાસ કરીને એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ ઓછી કિંમતે પાવરફુલ ફીચર્સ ધરાવતો સ્માર્ટફોન ઇચ્છે છે. આ ફોન 5G કનેક્ટિવિટી સાથે આવશે.

Vivo T3x 5G launch date and news in Gujarati

Vivo T3x 5G એ એવા વપરાશકર્તાઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે કે જેઓ સસ્તી કિંમતે શક્તિશાળી સુવિધાઓ ઇચ્છે છે. આ ફોનમાં 6000 mAh પાવરફુલ બેટરી, Snapdragon 6 Gen 1 પ્રોસેસર અને 50MP મુખ્ય કેમેરા જેવા ફીચર્સ જોવા મળશે. જેના કારણે આ ફોન રૂ. 15,000 થી ઓછી કિંમતમાં એક શ્રેષ્ઠ વિકલ્પ છે.



Vivo T3x 5G: ડિઝાઇન અને પ્રદર્શન


Vivo T3x 5G એ સ્ટાઇલિશ ડિઝાઇન ફોન છે. જેમાં પ્રીમિયમ ફિનિશ આપવામાં આવી છે જે તેને ફ્લેગશીપ લુક આપે છે. આ ફોન 6.58-ઇંચની મોટી FHD+ ડિસ્પ્લે સાથે આવે છે. જે સારા કલર વિઝ્યુઅલ અને વ્યુઇંગ એન્ગલ પ્રદાન કરે છે. લેટેસ્ટ Funtouch OS 13-આધારિત Android 13 ઓપરેટિંગ સિસ્ટમ જેવા ફીચર્સ પણ આ ફોનમાં છે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


કંપનીએ Vivo T3x 5Gમાં Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. આ પ્રોસેસર ફોનને ઝડપી બનાવે છે. ભલે તમે રોજિંદા કાર્યો કરો, ગેમ્સ રમો અથવા ઉચ્ચ ગ્રાફિક્સ વિડિયો જુઓ, આ પ્રોસેસર તેના માટે સક્ષમ છે. ઉપરાંત, મલ્ટિટાસ્કિંગ માટે 8GB રેમ અને સ્ટોરેજ માટે 128GB નો વિકલ્પ છે.




Vivo T3x 5G: બેટરી અને કેમેરો 


Vivo T3x 5G ની સૌથી મોટી ખાસિયત છે કે આ ફોનમાં 6000mAh બેટરી છે. આટલી મોટી બેટરી હોવાના કારણે તમે આખો દિવસ ફોનનો ઉપયોગ કોઈપણ ચિંતા વગર કરી શકો છો. સાથે જ આ ફોન 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


Vivo T3x 5G માં રાઉન્ડ ફિનિશ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળે છે, જેમાં મુખ્ય કેમેરો 50MP નો છે. આ કેમેરા HD ફોટા અને વીડિયો ક્લિક કરવા માટે સક્ષમ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MP ફ્રન્ટ કૅમેરો ઉપલબ્ધ છે.



કિંમત અને ઉપલબ્ધતા


આ ફોન આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે. વિવોએ જણાવ્યું છે કે લૉન્ચ થયા પછી આ ફોન ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોનમાં 6000mAh ની પાવરફુલ બેટરી, પાવરફુલ પ્રોસેસર, 50MP કેમેરા અને અન્ય આકર્ષક ફીચર્સ જોવા મળશે. આ ફોનની કિંમત રૂ. 15,000 ની આસપાસ હોવાની શક્યતા છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)