Vivo એ આજે ભારતમાં લૉન્ચ કર્યો સસ્તો ગેમિંગ સ્માર્ટફોન, કિંમત માત્ર રૂપિયા 12,499!

Anand
By -
0


અમદાવાદ: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ગેમિંગ ફોનનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. માટે દરેક કંપનીઓમાં ગેમિંગ સ્માર્ટફોન લૉન્ચ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખી Vivo એ આજે તેનો આકર્ષક ગેમિંગ ફોન Vivo T3x 5G લોન્ચ કર્યો છે. આ ફોન માત્ર ગેમિંગ માટે જ નથી, પરંતુ તમારી રોજિંદી જરૂરિયાતોને પણ પૂરી કરશે.


Vivo T3x 5G today launch in india, specifications and price news in Gujarati



શક્તિશાળી બેટરી અને ડિઝાઇન


Vivo T3x 5G ની સૌથી ખાસ વાત તેની પાવરફુલ 6000mAh બેટરી છે. જે 44W ના ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે. હવે તમે કોઈપણ ચિંતા વગર આખો દિવસ રમતો રમી શકો છો. 5Gની સ્પીડ સાથે, ગેમ ડાઉનલોડ કરવાની અને હાઈ ગ્રાફિક્સમાં ગેમ રમવાની મજા બમણી થઈ જાય છે.



આ ફોન Crimson Bliss અને Celestial Green એમ બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જે નવીનતમ Android 14 બેસ્ડ Funtouch OS પર કામ કરે છે. આ ફોનને 4GB/6GB/8GB+128GB એમ ત્રણ સ્ટોરેજ વેરીઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યા છે.



શક્તિશાળી ડિસ્પ્લે અને શાનદાર કેમેરા


વિવો ફોન 6.72-ઇંચ, 2408 × 1080 પિક્સેલ ફુલ એચડી પ્લસ એલસીડી પ્રકાર ડિસ્પ્લે સાથે આવે છે. ફોન 120 Hz રિફ્રેશ રેટ અને 1000 nits પીક બ્રાઈટનેસ સાથે આવે છે. આ ફોન Snapdragon 6 Gen 1 પ્રોસેસરથી સજજ છે. 



જેના દ્વારા તમે સરળતાથી ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ કરી શકો છો. Vivo ના આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ જોવા મળે છે. જેમાં 50MP નો મુખ્ય કેમેરો અને 2MP નો માઈક્રો કેમેરો મળશે. સેલ્ફી લવર્સ માટે આ ફોનમાં 8MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.



કિંમત અને બેંક ઓફર્સ


વેરીઅન્ટ કિંમત (મૂળ કિંમત) ડિસ્કાઉન્ટ કિંમત
4GB + 128GB ₹13,499 ₹12,499
6GB + 128GB ₹14,999 ₹13,499
8GB + 128GB ₹16,499 ₹14,999
         

Vivo T3x 5G નું વેચાણ 24 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને Vivoની વેબસાઇટ પર શરૂ થશે. ત્રણેય વેરિઅન્ટ્સ (4GB + 128GB, 6GB + 128GB, 8GB + 128GB) પર આકર્ષક બેંક ઓફર્સ પણ ઉપલબ્ધ છે. આ ફોનની પ્રિ-બુકિંગ શરૂ થઈ ગઇ છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)