અમદાવાદ: આજકાલ મનોરંજન માટે લોકો મોટી સ્ક્રીન વધારે પસંદ કરે છે. જે તમારા લિવિંગ રૂમમાં થિયેટર જેવો અનુભવ આપે છે, જોકે, આ પ્રકારના પ્રીમિયમ ટેલિવિઝન સેટની કિંમત વધારે હોય છે. જે ઓછું બજેટ ધરાવતા લોકો માટે અવરોધ બની જાય છે.
હાલમાં ઘણા પ્રખ્યાત બ્રાન્ડ્સ આ સમયે 50-ઇંચની સ્માર્ટ ટીવી પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આનાથી તમે ફક્ત તમારા બજેટમાં રહીને શ્રેષ્ઠ ટેલિવિઝન ખરીદી શકો છો અને હોમ એન્ટરટેઇનમેન્ટ માટે નવું પ્રોડક્ટ વસાવી શકો છો, કેટલાક લોકપ્રિય બ્રાન્ડના ટીવી નીચે પ્રમાણે છે.
LG 40 inch 4K Ultra HD Smart TV 50UR7500PSC
આ શાનદાર 50-ઇંચની સ્માર્ટ ટીવી 4K અલ્ટ્રા એચડી (યુએચડી) અને 60 હર્ટ્ઝ રીફ્રેશ રેટ સાથે ક્રિસ્ટલ-ક્લિયર વિઝ્યુઅલ્સ અને શ્રેષ્ઠ ક્વોલિટી પ્રદાન કરે છે. WebOS, AI ThinQ, Apple Airplay 2 જેવી સ્માર્ટ સુવિધાઓ ઉપરાંત ગેમર્સ માટે પણ આ ટીવી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ટીવીની કિંમત ફ્લિપકાર્ટ પર 43,990 રૂપિયા છે. કંપની આ ટીવીને SBI અથવા HDFC ના કાર્ડ દ્વારા ખરીદવાથી તાત્કાલિક કેસબેક પણ ઓફર કરે છે.
Sony Bravia 4K Ultra HD Smart TV KD-50X64L
SONY સોની પોતાની શાનદાર પિક્ચર ક્વોલિટી માટે જાણીતું છે, અને તેની 50-ઇંચની સ્માર્ટ ટીવી પણ લાજવાબ વિઝ્યુઅલ્સનું પ્રદાન કરે છે. 4K યુએચડી અને 60 હર્ટ્ઝ રીફ્રેશ રેટ સાથે આવતી આ ટીવી Google TV, વોઇસ સર્ચ જેવી સુવિધાઓથી સજ્જ છે. 20 વોટ આઉટપુટ અને ડોલ્બી ઓડિઓ શાનદાર સાઉન્ડનો અનુભવ આપીને તમારા હોમ થિયેટરના સપનું પૂરું કરી શકે છે. આ ટીવી ફ્લિપકાર્ટ પર ઓફર સાથે 50,999 રૂપિયામાં મળી રહી છે.
Mi X Series 50 inch LED Smart Google TV
Mi ફેન્સ માટે ખુશખબરી! ફ્લિપકાર્ટ પર Mi X સિરીઝની 50-ઇંચ સ્માર્ટ ટીવી ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ છે. આ ટીવી 4K ડોલ્બી વિઝન અને ડોલ્બી ઓડિઓ સપોર્ટ સાથે આવે છે. આ ટીવી પર ફ્લિપકાર્ટ 28% ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. જે માત્ર 32,999 ની કિંમતે મળી રહી છે. આ સ્માર્ટ ટીવીમાં Prime Video, Disney+Hotstar,Netflix, Youtube નું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.