જો તમે samsung ના યુઝર હોવ તો આવનાર ફિચર માટે તૈયાર થઈ જાવ કંપની દ્વારા થોડા સમયમાં જ તેના ફોન અને ટેબલેટમાં નવા ફીચર ઉમેરવામાં આવશે. તમને જણાવી દઈએ કે Samsung ના ડિવાઇસ કેરમાં યુઝર્સને ઢગલો સર્વિસ મળે છે તેમાં Since Last Charge નામથી એક જુનુ ફિચર હતું જે કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને હવે ફરીથી લોન્ચ કરવામાં આવશે.
શું છે આ ખાસ ફિચર?
આ ફિચરને Since Last Charge ઓપ્શન કહે છે, Since Last Charge સેક્શનમાં છેલ્લે ચાર્જ કર્યા બાદ ફોન કેટલા સમય સુધી બેટરી યુઝ કરી શકશે અને તેનો કયા ડિપાર્ટમેન્ટમાં કેટલો બેટરી યુઝ થયો છે તેવું ગ્રાફ દ્વારા જાણવા મળે છે જે ખૂબ જ સરળ પડે છે.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
Since Last Charge ઓપ્શન દ્વારા યુઝરને ફોનની કાર્યક્ષમતા અને બેટરી હેલ્થ વિશે માહિતી મળે છે. જેથી લોકોની ડિમાન્ડના કારણે કંપની દ્વારા આ ફીચરને યુઝર્સ માટે ફરીથી શરુ કરી દેવામાં આવવાની સભાંવના છે.
AI ફિચર્સની ભેટ:-
તમને જણાવી દઈએ કે આ વર્ષે Samsung દ્વારા Galaxy S24 સાથે Galaxy AI ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરના લોન્ચ થયા પછી, Samsung ફોન્સમાં AI ટેકનોલોજીનો ઉપયોગ ઘણી વધુ રીતે થવા લાગ્યો છે. આ ફોન્સ હવે AI ફીચર્સથી સજ્જ છે, જેને કંપની દ્વારા તેના ગ્રાહકો માટે એક પ્રકારની AI ગિફ્ટ ગણી શકાય.