અમદાવાદઃ દક્ષિણ કોરિયાની ટેક જાયન્ટ કંપની સેમસંગે ગયા વર્ષે લોન્ચ કરેલા Galaxy A34 ની કિંમતમાં ફરીથી કાપ મૂકીને ગ્રાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ફોન માર્ચ 2023 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં ત્રીજી વખત કંપનીએ તેની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે, તાજેતરના કિંમત ઘટાડા સાથે, આ ફોન માત્ર ₹24,499 માં ઉપલબ્ધ થશે.
નિષ્ણાતોનું માનવું છે કે થોડા સમય પહેલા લોન્ચ થયેલા Samsung Galaxy A35 ને પ્રમોટ કરવા માટે કંપનીએ આ કિંમત ઘટાડો કર્યો હશે. જો તમે આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે એક સારો અવસર છે.
Samsung Galaxy A34 ની ડિસ્પ્લે:-
Samsung Galaxy A34 6.6 ઇંચની FHD+ ડિસ્પ્લે સાથે આવે છે, જે 1080x2400 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે. આ ફોનમાં octa-core MediaTek Dimensity 1080 પ્રોસેસર છે, જેને 8GB સુધીની RAM સાથે જોડવામાં આવ્યું છે. સ્ટોરેજની વાત કરીએ તો, આ ફોન 128GB અને 256GB ની સ્ટોરેજ સાથે આવે છે.
ઓપરેટિંગ સિસ્ટમ અને બેટરી:-
Samsung Galaxy A34 5000mAh ની ધમાંકેદાર બેટરી ધરાવે છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, આ ફોનને IP68 રેટિંગ મળી છે, જેનો અર્થ એ થાય છે કે તે પાણી અને ધૂળથી ખરાબ નહી થાય. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો, Galaxy A34 લેટેસ્ટ Android 13 પર ચાલે છે.
કેમેરાની ખાસિયત:-
Samsung Galaxy A34 ની સૌથી મોટી વિશેષતા તેનું પાછળનું કેમેરા સેટઅપ છે. આ ફોનમાં ત્રણ શાનદાર કેમેરા છે, જેમાં 48MP નો મુખ્ય કેમેરો, 8MP નો વાઈડ એંગલ કેમેરો અને 5MP નો મેક્રો કેમેરો સામેલ છે. સેલ્ફી લેવાના શોખીન લોકો માટે આ ફોનમાં 13MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોન ગ્રેફાઈટ, સિલ્વર અને લાઇમ, વાયોલેટ કલરમાં આવે છે. જેને તમે સેમસંગની વેબસાઇટ અથવા Amazon અને Flipkart પરથી ખરીદી શકો છો. જો તમે ઓછી કિંમત લાંબી ચાલતી બેટરી, ઝડપી ચાર્જિંગ અને નવીનતમ સોફ્ટવેર ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યાં છો, તો ઘટાડેલી કિંમત સાથે, આ ફોન ચોક્કસપણે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.