અમદાવાદ: Oppo એ પોતાના બજેટ સ્માર્ટફોન Oppo A38 ની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. કંપનીએ આ ફોનની કિંમતમાં ₹3000 નો ઘટાડો કર્યો છે. સાથે જ HDFC અથવા SBI ના કાર્ડ દ્વારા ખરીદવાથી તાત્કાલિક 1,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. હવે તમે આ ફોનને માત્ર ₹8999માં ખરીદી શકો છો. આ ફોનને ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ Oppo A38 ના ફીચર્સ અને તેને ક્યાંથી ખરીદી શકાય છે.
Oppo A38 ના અદ્ભુત ફીચર્સ
ડિસ્પ્લે:- 90Hz રિફ્રેશ રેટ સાથેનું મોટું 6.56-ઇંચનું HD+ LCD ડિસ્પ્લે જે જોવામાં અને વાપરવા માટે પણ સારું છે!
પ્રોસેસર:- ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે મીડિયાટેકનું શક્તિશાળી ઓક્ટા-કોર Helio G85 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
સ્ટોરેજ:- 4GB રેમ અને 128GB સ્ટોરેજ, જેથી કોઈપણ ચિંતા વગર ઘણી બધી એપ્સ, ફોટા અને વીડિયો સ્ટોર કરો!
કેમેરા:- અદભૂત 50MP નો પ્રાઈમરી કૅમેરો અને 2MP પોટ્રેટ કૅમેરો જોવા મળે છે. સેલ્ફી માટે 5MP ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે.
કનેક્ટિવિટી:- ડ્યુઅલ-સિમ સપોર્ટ, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને ટાઇપ-સી પોર્ટ જેવા કનેક્ટિવટી ફિચર્સ છે.
બૅટરી:- આ ફોનમાં 5000mAh ની બેટરી છે. જે 33W નો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.
Oppo A38 ક્યાંથી ખરીદવો?
Oppo A38 બે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે - ગ્લોઇંગ બ્લેક અને ગ્લોઇંગ ગોલ્ડ. આ ફોનને ખરીદવા માટે તમે ઓપ્પો ઈન્ડિયાની વેબસાઈટ અથવા ફ્લિપકાર્ટ પરથી સીધા જ ઓનલાઈન ખરીદી શકો છો. આ ઓફર માત્ર થોડા સમય માટે જ છે. માટે ખરીદી કરવા માટે રાહ ના જોવો.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
Oppo A38 ખરીદીને ₹3,000 ના ડિસ્કાઉન્ટનો લાભ લો. પરંતુ યાદ રાખો, આ સમાચાર લખતી વખતે કિંમતો સાચી હતી, પરંતુ સમયની સાથે ઓફર બદલાઈ શકે છે. ફોન ખરીદતા પહેલા ફીચર્સ અને સ્પેસિફિકેશનને સારી રીતે તપાસો. જો તમને આ ફોન વિશે કોઈ પ્રશ્નો હોય અથવા અન્ય કોઈ ઉપકરણ વિશે જાણવા માંગતા હોય, તો અમને કૉમેન્ટમાં લખો, અમારી ટીમ હંમેશા તમને મદદ કરવા તૈયાર છે!