અમદાવાદ: લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ OnePlus એ આજે ભારતમાં તેની Nord સિરીઝનો નવો સ્માર્ટફોન OnePlus Nord CE 4 લોન્ચ કર્યો છે. OnePlus Nord CE 4 ઘણા ખાસ ફીચર્સ ધરાવે છે, આ ફોન 5500Mah ની બેટરી અને ફાસ્ટ ચાજીંગ સપોર્ટ ધરાવે છે. OnePlus Nord CE 4 ને 128GB અને 256GB એમ બે સ્ટોરેજ વેરીઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
ડિસ્પ્લે અને પ્રોસેસર:-
Nord CE 4 એક આકર્ષક 6.7-ઇંચ ફુલ-HD+ (1080x2412 પિક્સેલ) AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને HDR10+ સપોર્ટ આપે છે. આ ફીચર્સ ગેમર્સ માટે સારો ડિસ્પ્લે અનુભવ આપે છે.
OnePlus Nord CE 4 માં Qualcomm નું લેટેસ્ટ Snapdragon 7 Gen 3 SoC પ્રોસેસર છે, જે 8GB LPDDR4x RAM સાથે જોડાયેલું છે. જે તમને દૈનિક કાર્યો અને મોબાઇલ ગેમ્સ માટે સ્મુથ પરફોર્મન્સ આપે છે.
કેમેરા સેટઅપ:-
Nord CE 4 એક ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ ધરાવે છે, જેમાં 50MP Sony LYT600 સેન્સર (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન - OIS સાથે) અને 8MP Sony IMX355 અલ્ટ્રા-વાઇડ સેન્સરનો સમાવેશ થાય છે. આ કેમેરા સેટઅપ ઓછા પ્રકાશમાં પણ સારી તસવીરો ખેંચવાની ક્ષમતા ધરાવે છે. સેલ્ફી માટે, આ ફોનમાં 16MP નો ફ્રન્ટ કેમેરો છે.
ફાસ્ટ ચાર્જિંગ અને લાંબી બેટરી લાઇફ:-
Oneplus Nord CE 4 ની સૌથી મોટી ખાસિયત તેની ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી છે. જે 5,500mAh ના લાંબા બેટરી બેકઅપ સાથે આવે છે. આ ફોન 100W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે માત્ર 15 મિનિટમાં ફૂલ બેટરી ચાર્જ કરી આપી શકે છે
કિંમત અને ઉપલબ્ધતા:-
OnePlus Nord CE4 ની શરૂઆતની કિંમત ₹24,999 છે. શરૂઆતી વેરિએન્ટમા 8 GB રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. બીજું વેરિએન્ટ 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે, જેની કિંમત ₹26,999 છે. આ ફોનની 4 એપ્રિલ બપોરે 12 વાગ્યાથી સેલ શરૂ થઈ જશે. 5 એપ્રિલ સુધી આ ફોનની ખરીદી કરનારને ₹1,000 નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉંટ મળશે.