અમદાવાદ: OnePlus 11R 5G નું સોલાર રેડ સ્પેશિયલ એડિશન ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ધૂમ મચાવવા માટે લૉન્ચ થઈ ગયુ છે. કંપનીએ આ ખાસ સ્માર્ટફોનને આજે આકર્ષક લાલ રંગમાં લોન્ચ કર્યો છે. સ્ટાઇલિશ અને પાવરફુલ ફીચર્સથી સજ્જ આ ફોન એવા યુઝર્સ માટે પરફેક્ટ છે કે જેઓ બીજા કરતા પોતાના સ્માર્ટફોનને અલગ દેખાડવા માંગે છે.
આ ફોનની સૌથી ખાસ વાત તેનો લાલ રંગ છે. ફોનનું નામ જ "Solar Red Special Edition" છે, ખાસ ડિઝાઇન કરેલ બેક પેનલ માત્ર અદ્ભુત જ નથી લાગતી પણ તે ટચમાં ખૂબ જ પ્રીમિયમ અનુભવ પણ આપે છે. આ ફોન ખરેખર તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટને વધારશે.
શક્તિશાળી પ્રોસેસર અને કેમેરો
ડિઝાઈન અને પરફોર્મન્સની બાબતે આ ફોન કોઈનાથી પાછળ નથી. નવીનતમ Snapdragon 8+ Gen 1 પ્રોસેસરથી સજ્જ આ ફોન તમારા કોઈપણ કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકે છે. તમારે કલાકો સુધી ગેમ રમવાની હોય કે એક સાથે અનેક એપ્સ ચલાવવાની હોય, આ ફોન સરળતાથી ચાલશે.
આ ફોનમાં તમને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની સુપર સ્મૂથ AMOLED ડિસ્પ્લે મળે છે. જે શ્રેષ્ઠ વિઝ્યુઅલ અનુભવ પ્રદાન કરે છે. ફોટોગ્રાફી પ્રેમીઓ માટે આ ફોનમાં 50MP મુખ્ય કૅમેરો, 8MP અલ્ટ્રા-વાઇડ કૅમેરા અને 2MP મેક્રો કૅમેરો આપવામાં આવ્યો છે.
વિશેષ ઑફર્સનો લાભ લો!
જો તમે આ પાવરફુલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપની આ ફોન પર ખાસ ઓફર આપી રહી છે. તમે ICICI અને HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરીને ₹ 1000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ડિસ્કાઉન્ટ પછી ફોનની કિંમત માત્ર ₹34,999 થઈ જશે.
કંપની દ્વારા આજથી આ ફોનની સેલ શરૂ કરી દેવામાં આવી છે. આ ફોનને 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરીઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને શોપિંગ વેબસાઇટ એમેઝોન અથવા Oneplus ની સતાવાર વેબસાઇટ પરથી ખરીદી શકો છો.