અમદાવાદ: જો તમે ફ્લેગશીપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છે તો તમારા માટે સારા સમાચાર છે. OnePlus ના આ વર્ષની શરૂઆતમાં લોન્ચ થયેલા OnePlus 11R 5G સ્માર્ટફોન પર Flipkart પર ભારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. જેનાથી તમે 8,000₹ થી વધુની બચત કરી શકો છો.
18% ની છૂટ સાથે Flipkart પર OnePlus 11R 5G ઉપલબ્ધ
OnePlus 11R 5G ને મૂળ ₹44,999 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતો. જોકે, Flipkart હાલમાં આ સ્માર્ટફોન પર 18% નો ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જેના કારણે આ ફોનની કિંમત રૂ. 36,822 સુધી ઘટી જાય છે. આનો અર્થ એ થાય છે કે ગ્રાહકો આ ફોન પર ₹8,000 થી વધુની બચત કરી શકે છે.
વધારાની છૂટ અને ઑફર્સ
બેંક ડિસ્કાઉન્ટ ઉપરાંત, Flipkart ચોક્કસ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરનારા ખરીદદારો માટે વધારાના લાભો પણ આપી રહ્યું છે. 12-મહિનાની EMI યોજના સાથે HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમને તાત્કાલિક ₹1,500 ની છૂટ મળી શકે છે. તેવી જ રીતે, 6 અથવા 9 મહિનાની EMI ઑફર પસંદ કરવાથી તમને ઇન્સ્ટન્ટ ₹1,250 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.
આ ઉપરાંત, Flipkart વધારાની ₹3,126 સુધીની છૂટ મેળવવાની તક પણ આપી રહ્યું છે. જોકે, આ ઑફરની શરતો બદલાઈ શકે છે, તેથી ખરીદી કરતા પહેલાં ફ્લિપકાર્ટ પર જઈને આ ઑફરને ધ્યાનથી ચકાસવી.
OnePlus 11R 5G: પ્રદર્શન અને અન્ય ફીચર્સ
OnePlus 11R 5G 120Hz ના રિફ્રેશ રેટ અને 1450 nits ની પીક બ્રાઇટનેસ સાથે 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે ધરાવે છે. તે Qualcomm Snapdragon 8+ Gen 1 પ્રોસેસર દ્વારા સંચાલિત થાય છે, જેના દ્વારા ઝડપી અને લેગ-ફ્રી પરફોર્મન્સ પ્રાપ્ત થાય છે. મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ માટે આ ફોન એકદમ પરફેક્ટ છે. જે 18GB સુધીની RAM અને 512GB સુધીની સ્ટોરેજ ધરાવે છે.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
OnePlus 11R 5G માં Wi-Fi 802.11, Bluetooth 5.3 અને USB Type-C 2.0 સહિત તમામ આધુનિક કનેક્ટિવિટી વિકલ્પો છે. સાથે આ ફોન 5000mAh ની બેટરીથી સજ્જ છે જે લાંબા સમય સુધી ચાલે છે. જે 100W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે જે તમને થોડીક મિનિટોમાં જ ફોનને ચાર્જ કરી આપે છે.
OnePlus 11R 5G: કેમેરો
OnePlus 11R 5G પાછળના ભાગમાં 50MP મુખ્ય સેન્સર, 8MP વાઈડ એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ સાથે ટ્રિપલ કેમેરા સિસ્ટમ ધરાવે છે. 50MP ના મુખ્ય કેમેરામાં OIS ફીચર છે જે સ્પષ્ટ ફોટા લેવામાં મદદ કરે છે. સેલ્ફી લવર્સ માટે આ ફોનમાં 16MPનો સેલ્ફી કેમેરો છે. જે ઉચ્ચ ગુણવત્તાવાળા સેલ્ફી અને વિડિઓ કૉલિંગનો અનુભવ આપે છે. અને રિયર કેમેરો 4K રિઝોલ્યુશનમાં વિડિઓ રેકોર્ડિંગ કરવા સક્ષમ છે.