Motorola એ ખૂબ જ ઓછી કિંમતે લોન્ચ કર્યો ફ્લેગશીપ સ્માર્ટફોન, જાણો શું છે ફીચર્સ અને કિંમત!

Anand
By -
0


અમદાવાદ: મોટોરોલાએ ભારતીય બજારમાં તેનો નવો સ્માર્ટફોન, Motorola Edge 50 Pro લોન્ચ કર્યો છે. આ ફોન મિડ-રેન્જ બજેટ સ્માર્ટફોન છે, પરંતુ તેના શાનદાર ફીચર્સ અને ઓછી કિંમતના કારણે આ ફોન મોંઘાં ફ્લેગશીપ ફોનને ટક્કર આપે છે. આ ફોનને Black Beauty, Lux Lavender અને Moonlight Pearl એમ ત્રણ કલરમાં લોન્ચ કરવામાં આવશે.


Motorola edge 50 pro new and review in Gujarati

Motorola Edge 50 Pro એક સ્ટાઇલિશ ફોન છે જે પ્રીમિયમ દેખાવ ધરાવે છે. તેના પાછળના ભાગમાં વીગન લેધર ફિનિશ છે જે ટકાઉ અને આરામદાયક અનુભવ પ્રદાન કરે છે. Motorola Edge 50 Pro એ IP68 રેટિંગ ધરાવે છે, જેનો અર્થ એ છે કે આ ફોન 1.5 મીટર સુધીના ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી ટકી શકે છે.


અત્યાધુનિક ડિસ્પ્લેથી સજજ

Motorola Edge 50 Pro એક અદ્યતન 6.7 ઇંચની 1.5K કર્વ્ડ AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જેનાથી તમે તમારી મનપસંદ મૂવીઝ, ગેમ્સ અને વીડિયો અદ્ભુત વિઝ્યુઅલ્સ સાથે જોઈ શકો છે. આ ફોન 144Hz રિફ્રેશ રેટ સાથે અતિશય સ્મૂધ અનુભવ પ્રદાન કરે છે, જે ખાસ કરીને ગેમર્સ અને ફાસ્ટ-પેસ્ડ કન્ટેન્ટ યૂઝર્સ માટે લાભદાયક છે. 



પાવરફૂલ પ્રોસેસર અને કેમેરો

Motorola Edge 50 Pro માં લેટેસ્ટ Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર છે, જેના કારણે આ ફોનમાં ઝડપી પરફોર્મન્સ જોવા મળે છે. મલ્ટીટાસ્કિંગ, ગેમિંગ કરવા માટે આ પ્રોસેસર શ્રેષ્ઠ છે. સ્ટોરેજની વાત કરીએ તો Motorola Edge 50 Pro 8GB અથવા 12GB RAM અને 256GB સુધીની સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે.



કેમેરો અને બેટરી

Motorola Edge 50 Pro માં 50MP મુખ્ય કેમેરા, 10MP 3x ઝૂમ ટેલીફોટો કેમેરા અને 13MP અલ્ટ્રા-વાઇડ કેમેરા સહિતનો ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી લેવાના શોખીનો માટે 50MP નો સેલ્ફી કેમેરા પણ છે. આ ફોન 4,500mAh ની બેટરી સાથે આવે છે જે 125W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને બેઝ વેરીઅન્ટ (8GB વેરિઅન્ટ) માં 68Wનું ચાર્જર જોવા મળે છે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


શું છે આ ફોનની કિંમત

આ ફોનને બે સ્ટોરેજ વેરીઅન્ટમાં 8GB/16GB RAM લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં બેઝ વેરીઅન્ટની કિંમત 31,999 રૂપિયા અને ટોપ વેરીઅન્ટની કિંમત 35,999 રૂપિયા છે. આ ફોનની 9 એપ્રિલથી સેલ શરૂ કરવામાં આવશે. જેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. કંપની આ ફોનની ખરીદી પર ઇન્સ્ટન્ટ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)