અમદાવાદ: દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Jio એ તેના ગ્રાહકો માટે એક શાનદાર પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન ખાસ કરીને JioBharat Phone વપરાશકારો માટે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં તમને દરરોજ 0.5GB ડેટા અને 56 દિવસ માટે 300 SMS ની સુવિધા મળે છે.
Jio એ JioBharat Phone યુઝર્સ માટે ₹234નો ધમાકેદાર પ્લાન લૉન્ચ થયો છે જેમાં 56 દિવસની વેલીડિટી, દરરોજ 500MB ડેટા ( કુલ 28GB ) અનલિમિટેડ કોલિંગ, 300 ફ્રી SMS અને JioCinema અને JioSaavn નું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે. ઓછા બજેટમાં ડેટા અને મનોરંજન ઇચ્છતા યુઝર્સ માટે આ શ્રેષ્ઠ પ્લાન છે.
JioBharat Phone ના અન્ય પ્લાન:-
123 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં 28 દિવસની વેલીડિટી, દરરોજ 0.5GB ડેટા, 300 ફ્રી SMS, અનલિમિટેડ કોલિંગની સાથે JioSaavn અને JioCinema નું ફ્રી સબ્સ્ક્રિપ્શન ( Jio Cinema પ્રીમિયમ નહીં ) મળે છે.
1234 રૂપિયાનો પ્લાન: આ પ્લાનમાં 336 દિવસની વેલીડિટી, દરરોજ 0.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ, દર 28 દિવસમાં 300 ફ્રી SMS મળે છે, જેની સાથે JioSaavn અને JioCinema નું ફ્રી સબ્સ્ક્રિપ્શન ( Jio Cinema પ્રીમિયમ નહીં ) મળે છે
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
શું છે JioBharat Phone?
Jio એ ગયા વર્ષે ભારતમાં તેનો સસ્તો 4G ફોન JioBharat 4G લૉન્ચ કર્યો હતો. તેની કિંમત 999 રૂપિયા છે. કંપનીનો આ ફોન લૉન્ચ કરવાનો ઉદ્દેશ આ ફોન દ્વારા પોતાના કરોડો 2G વપરાશકારોને 4G નેટવર્ક પર સ્વિચ કરવાનો છે .
આ ફોન 123 રૂપિયા અને 1234 રૂપિયાના પ્લાન સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્લાન એવા વપરાશકારો માટે છે, જેઓ ઓછા પૈસામાં વધુ ડેટા અને કોલિંગનો લાભ મેળવવા માંગે છે. આ પ્લાન વિશે વધુ જાણકારી માટે Jio ની વેબસાઇટ અથવા My Jio એપ્લિકેશનની મુલાકાત લો.