ગેમર્સ માટે HPએ ભારતમાં લોન્ચ કર્યા બે ગેમિંગ લેપટોપ, જાણો શું છે કિંમત અને ખાસ ફીચર્સ!

Anand
By -
0


અમદાવાદ: HPએ ભારતીય બજારમાં બે નવા અત્યાધુનિક લેપટોપ - Envy X360 14 અને OMEN Transcend 14 ને લૉન્ચ કર્યા છે. આ બંને ગેમિંગ લેપટોપ અદ્યતન ફીચર્સ થી સજ્જ છે. આ બંને લેપટોપ AI-આધારિત ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (NPU) દ્વારા સંચાલિત છે. જે શક્તિશાળી કૂલિંગ સિસ્ટમ ધરાવે છે. જેના દ્વારા યુઝર્સ સરળતાથી ગેમિંગ અને ભારે વિડિયો એડિટિંગ કરી શકશે.


HP launches 2 new AI laptops in India News in Gujarati: Envy X360 14 for creators & OMEN Transcend 14 for gamers


HP Envy X360 14 ના ફીચર્સ


આ લેપટોપમાં 14-ઇંચની 2.8K OLED ટચસ્ક્રીન ડિસ્પ્લે જોવા મળે છે. જે 120Hz ના ઉચ્ચ રિફ્રેશ રેટ સાથે, ઝડપથી સ્ક્રોલ કરતી વખતે અથવા એનિમેશન જોતી વખતે સ્મૂથ અનુભવ આપે છે. આ લેપટોપ માં નવીનતમ Intel Core Ultra 5 પ્રોસેસર અને 16GB LPDDR5 RAM છે. જેથી ફોટો એડિટિંગ અને વિડિઓ એડિટિંગ સરળતાથી કરી શકાય છે.



આ લેપટોપમાં 512GB NVMe M.2 SSD સ્ટોરેજ મળે છે. 5MP HDR વેબકેમેરો ધરાવતું આ લેપટોપ ઓનલાઈન મીટિંગ્સ અને પ્રેઝન્ટેશન્સ દરમિયાન શ્રેષ્ઠ કેમેરા ક્વોલિટી પ્રદાન કરે છે. રિપોર્ટ અનુસાર લેપટોપમાં 10 કલાક સુધીની લાંબી બેટરી લાઇફ મળે છે. જેમાં 65W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ મળે છે.



HP OMEN Transcend 14 ના ફીચર્સ


આ લેપટોપમાં હેવી ગેમિંગ સરળતાથી કરી શકો છો. કારણકે આ લેપટોપ નવીનતમ NVIDIA GeForce RTX 4060 ગ્રાફિક્સ કાર્ડ ધરાવે છે. જેમાં AI સંચાલિત NPU બેકગ્રાઉન્ડ પ્રોસેસનું સંચાલન કરે છે, જે તમારી ગેમ્સ સરળતાથી ચાલતી રહે તેની ખાતરી કરે છે.



વાત કરીએ ડિસ્પ્લેની તો આ લેપટોપમાં 14-ઇંચની 2.8K OLED ડિસ્પ્લે સાથે આકર્ષક વિઝ્યુઅલ્સનો આનંદ માણી શકો છો. જે Windows 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે. સાથે જ આ લેપટોપમાં 140W type c ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ મળે છે. આના સિવાય LED બેક લાઈટ વાળું કીબોર્ડ મળે છે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


કિંમત અને ઉપલબ્ધતા 


આ લેપટોપને Atmospheric Blue અને Meteor Silver એમ બે કલર માં લોન્ચ કરવામાં આવ્યા છે. HP Envy X360 14 ને 99,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. અને OMEN Transcend 14 ની શરુઆતની કિંમત 1,74,999 રૂપિયા છે.



HP Envy X360 14 અને OMEN ભારતભરની પસંદગીની રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. OMEN Transcend 14 ની સાથે ફ્રી HyperX માઉસ, હેડસેટ અને HP HyperX પ્રીમિયમ બેગ મળે છે. આ લેપટોપને શોપિંગ વેબસાઇટ અથવા રિટેલર સ્ટોર પરથી ખરીદી શકો છો.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)