અમદાવાદ: Honor Magic book X14 Pro અને Honor Magic book X16 Pro 2024, જેને થોડા સમય પહેલા ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા, જેના પર એમેઝોનમાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ લેપટોપ પર બેંક અને એક્સ્ચેન્જ ઓફરનો લાભ લઈને તમે ₹22,000 સુધીની બચત કરી શકો છો. જો તમે લેપટોપ ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો, તો આ તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે.
Honor MagicBook X14 Pro અને X16 Pro ની સૌથી મોટી ખાસિયત તેનું નવું 13th જનરેશનનું Intel core i5-13420H પ્રોસેસર છે. જો તમારે ગેમ રમવી હોય, વિડીયો એડિટ કરવો હોય કે પછી મલ્ટીટાસ્કિંગ કામ કરવું હોય, તો આ લેપટોપ દ્વારા સરળતાથી કરી શકો છો. સાથે જ આ લેપટોપ માં 720p નો HD વેબકેમ છે. આ લેપટોપ ની એમેઝોન પરથી ખરીદી કરવાથી જ આ ડિસ્કાઉન્ટ નો લાભ મેળવી શકશો.
આ બંને લેપટોપની વિશેષતાઓ:-
• એલ્યુમિનિયમ બૉડી: આ બંને લેપટોપ ની બોડી એલ્યુમિનિયમથી બનેલી છે, જે આ લેપટોપ ને હલકું અને મજબૂત બનાવે છે.
• પ્રોસેસર: બંને લેપટોપમાં 13th જનરેશનનું ઇન્ટેલ કોર i5-13420H પ્રોસેસર છે, જે શાનદાર પ્રદર્શન પ્રદાન કરે છે.
• ફિંગરપ્રિંટ: સુરક્ષા માટે, બંને લેપટોપમાં 2-ઇન1 ફિંગરપ્રિંટ પાવર બટન છે.
• એચડી વેબકેમ: આ બંને લેપટોપમાં 720P એચડી વેબકેમ છે.
• ફુલ એચડી સ્ક્રીન: X14 પ્રોમાં 14-ઇંચ અને X16 પ્રોમાં 16-ઇંચની ફુલ એચડી સ્ક્રીન છે, જે શાનદાર સ્ક્રીન અનુભવ પ્રદાન કરે છે.
• રેમ અને સ્ટોરેજ: X14 પ્રોમાં 8GB રેમ અને 512GB SSD સ્ટોરેજ છે, જ્યારે X16 પ્રોમાં 16GB સુધીની રેમ અને 512GB SSD સ્ટોરેજ છે.
• બેટરી લાઈફ: આ બંને લેપટોપમાં 60Wh ની બેટરી છે જે 12 કલાક સુધીની બેટરી લાઈફ પ્રદાન કરે છે. જે 65W Type-C ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
કિંમત અને ઓફર:-
કિંમતની વાત કરીએ તો MagicBook X14 Pro (8GB/512GB) ની કિંમત ₹54,490 અને MagicBook X16 Pro (16GB/512GB) ની કિંમત ₹58,490 છે. આ લેપટોપ પર એક્સ્ચેન્જ ઓફર મેળવીને ₹16,900 સુધીની બચત કરી શકો છો સાથે જ HDFC અને SBI ના ક્રેડિટ કાર્ડ પર ₹5,000નું તાત્કાલિક કેશબેક મળી રહ્યું છે.