અમદાવાદ: Google ની Pixel સિરીઝ તેની કેમેરા ક્વોલિટી અને શ્રેષ્ઠ સોફ્ટવેર અનુભવ માટે જાણીતી છે. પાછલા વર્ષે લોન્ચ થયેલી Pixel 8 સિરીઝમાં હાઈ-એન્ડ ફીચર્સ જોવા મળ્યા હતા, પરંતુ કિંમત ઘણી વધારે હતી. જેના કારણે ગૂગલ હવે ભારતમાં બજેટ ફ્રેન્ડલી લોકો માટે ટૂંક સમયમાં Pixel 8 ના સસ્તા વિકલ્પ તરીકે Pixel 8a લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ માહિતી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે Pixel 8a ને Bluetooth SIG સર્ટિફિકેશન વેબસાઈટ પર જોવામાં આવ્યો હતો, જેના કારણે આ ફોનની લોન્ચિંગ પાક્કી થઈ ગઈ છે જો કે લોન્ચની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી, સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ ફોન ગજબના ફીચર્સ સાથે જોવા મળશે.
Google Pixel 8a ના ફીચર્સ
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, Pixel 8aમાં 6.1-ઇંચની ફુલ HD+ OLED ડિસ્પ્લે હશે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે શ્રેષ્ઠ વિઝ્યુઅલ અનુભવ પ્રદાન કરશે. એવું માનવામાં આવે છે કે આ ફોનમાં નવીનતમ Tensor G3 ચિપ હશે, જે ફોનના પરફોર્મન્સને ખૂબ જ ઝડપી બનાવશે. આ ફોન Porcelain, Obsidian, Mint અને Bay એમ ચાર કલરમાં લૉન્ચ થવાની શક્યતા છે.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
કિંમત અને ઉપલબ્ધતા
જો કે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી, Pixel 8a ની કિંમત Pixel 8 સિરીઝ કરતાં ઘણી ઓછી હોવાની ધારણા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ફોનની કિંમત ₹35,000 થી ₹40,000 ની વચ્ચે હોઈ શકે છે, જે ઓછા બજેટમાં સારો અનુભવ ઈચ્છતા લોકો માટે એક આકર્ષક વિકલ્પ સાબિત થશે. આ ફોન ભારત સહિત વિશ્વના લગભગ 140 દેશોમાં લોન્ચ થઈ શકે છે.