અમદાવાદ: જો તમે પણ એવા યૂઝર્સમાંના એક છો કે જેઓ તેમના ઇનબોક્સમાં આવતા અનિચ્છનીય ઈમેલથી કંટાળી ગયા છે, તો તમારા માટે સારા સમાચાર છે! Google "સબ્સ્ક્રિપ્શન મેનેજમેન્ટ ફીચર" નામની નવી સુવિધા રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સુવિધા તમારા Gmail અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.
સ્પામ ઇમેઇલ્સથી મળશે છુટકારો!
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હવે તમે સરળતાથી સ્પેમ ઇમેઇલ સૂચિઓથી છુટકારો મેળવી શકશો, જે ફક્ત તમારું ઇનબોક્સ ભરે છે. આ નવી સુવિધા વગર કામના સબ્સ્ક્રિપ્શન્સને સીધા જ અનસબ્સ્ક્રાઇબ કરવાનો વિકલ્પ આપશે. આવા ઇમેઇલ્સ સરળતાથી અદ્ર્શ્ય ( Hide )થઈ જશે.
નવું ઇનબોક્સ સરળ અને વ્યવસ્થિત હશે!
તમને એ જાણીને આનંદ થશે કે આ સુવિધા તમને તમારા ઈમેલને પ્રાથમિકતા આપવામાં પણ મદદ કરશે. Gmail તમારા માટે સૌથી મહત્વપૂર્ણ ઇમેઇલ્સને હાઇલાઇટ કરશે, જેથી તમારા માટે ઇનબૉક્સના મહત્વપૂર્ણ ઇમેઇલ્સ શોધવુ સરળ બનશે.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
Gmail ના સ્પામ ફોલ્ડરને પણ અપગ્રેડ કરીને વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યું છે. આ નવી સુવિધા સ્માર્ટ રીતે સ્પામને ઓળખશે જેથી તમારું ઇનબોક્સ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રહેશે.
આ સુવિધા ક્યારે થશે ઉપલબ્ધ ?
જો કે આ ફીચરની રીલીઝની સત્તાવાર તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં જ તમામ Gmail વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. જેના દ્વારા તમે તમારા અનિચ્છિય ઈમેઈલને મેનેજ કરી શકો છો.