સરકાર દ્વારા એપલ યુઝર્સ માટે હાઈ-રિસ્ક એલર્ટ! તમારો ફોન પણ હેક થઈ શકે છે

Jaydeep
By -
0

અમદાવાદ: સરકારી એજન્સી CERT-In (કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટિમ) દ્વારા એપલ યૂઝર્સ માટે હાઈ-રિસ્ક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીએ રિમોટ કોડ એક્ઝિક્યુશન વેલ્નેરેબ્લિટીસ ખામી દર્શાવી છે. જે Apple પ્રોડક્ટ માટે જોખમ દર્શાવે છે જેમાં iOS, iPadOS, macOS અને VisionOS ના કેટલાક જુના વર્ઝનમાં ખામી જોવા મળી છે જેનો આસાનીથી હેકર્સ ફાયદો ઉઠાવી શકે છે.

CERT-in announce risk on apple product, news in Gujarati

CERT-In ના રિપોર્ટ અનુસાર એપલ યુઝર્સને સાવચેતી રાખવાની જરૂર છે હેકર્સ iphone ની ખામીના કારણે તેમના ડિવાઇસમાં પગપેસારો કરી શકે છે અને તમારા સમગ્ર ફોનનો એક્સેસ લઈ ફોનમાં તમામ પ્રકારના કોડ રન કરીને યુઝરના ડેટાને જોખમમાં મૂકી શકે છે.


કયા ડિવાઇઝમાં હોઈ શકે છે જોખમ


CERT-In ની રિપોર્ટ અનુસાર iphone (8 અને X), iPad (5th gen અને પછીના), MacBook અને desktop માં બગ જોવા મળ્યા છે, ખામીયુક્ત ડિવાઇસ ની માહિતી નીચે આ પ્રમાણે છે

• Apple iOS અને iPadOS 17.4.1 થી પહેલાના વર્ઝન

• iPad Pro 10.5 ઇંચ, iPad Pro 11 ઇંચ 1st, iPad Pro 12.9 ઇંચ 2nd અને iPad 5th અને તેની પહેલાના વર્ઝન

• Apple macOS Ventura 13.6.6 થી જુના વર્ઝન

• Apple macOS Sonoma 14.4.1 થી જુના વર્ઝન

 Apple VisionOS 1.1.1 થી જુના વર્ઝન



Android યૂઝરે પણ સાવચેતી રાખવી જરૂરી


CERT-In દ્વારા Android 14 પહેલાના વર્ઝનમાં ખામીઓ કાઢવામાં આવી છે જેથી ફોનને અપ ટુ ડેટ રાખવો જરૂરી છે અને કંપની દ્વારા મોકલેલ દરેક સિક્યુરિટી અપડેટ કરવા જોઈએ. નહીં તો તમારો ફોન હેક થવાની શક્યતા રહે છે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી


iOS અને Android યુઝર માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે સૌપ્રથમ કંપની દ્વારા મોકલેલ સિક્યુરિટી પેચ અપડેટ કરવું જોઈએ. જે એપ્લીકેશન App Store અને Play Store દ્વારા સર્ટિફાઇડ હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. અજાણી લિંકને ઓપન કરવી નહી.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)