અમદાવાદ: જો તમે બ્રોડબેન્ડ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો! તો BSNL તમારા માટે એક ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. BSNL પોતાના Bharat Fibre કનેક્શન પર 666 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 3 મહિનાનું ફ્રી બ્રોડબેન્ડ અને Disney+ Hotstar નું સબ્સ્ક્રિપ્શન આપી રહી છે.
જો તમે 12 મહિના અથવા 24 મહિના માટેનો પ્લાન પસંદ કરો છો તો જ તમને વધારાની વેલિડિટી ઓફર કરવામાં આવે છે. તમે 1 મહિનો અથવા 6 મહિનાનું રિચાર્જ કરાવો છો તો તમને આ પ્રકાર નો કોઈપણ લાભ મળતો નથી, 12 મહિનાના પ્લાનની કિંમત 7,992 રૂપિયા છે, જેના પર 1 મહિનાની એક્સ્ટ્રા સર્વિસ વેલિડિટી મળે છે. આવો જાણીએ શું છે આ પ્લાનની ખાસિયતો...
60 Mbps સ્પીડ અને અનલિમિટેડ કોલિંગ
BSNL નો આ ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન ગ્રાહકોને 60 Mbps ની ઝડપી ઈન્ટરનેટ સ્પીડનો લાભ આપે છે. સાથે જ તેમાં લોકલ અને STD બંને પ્રકારની કોલિંગ માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ મળી રહી છે. જે લોકો ઘરેથી કામ કરે છે અથવા પછી હાઈ-ડેફિનિશન કન્ટેન્ટને ઓનલાઈન સ્ટ્રીમ કરવા માંગે છે. આવા લોકો માટે આ પ્લાન ખૂબ જ ફાયદાકારક છે,
3 મહિના ફ્રી કેવી રીતે?
BSNL તેના તમામ બ્રોડબેન્ડ પ્લાન્સ પર સાથે લાંબી સમય માટે રિચાર્જ કરવા પર વધારાની વેલિડિટી ઓફર કરે છે. કંપની 666 રૂપિયાવાળા ફાઈબર બેસિક પ્લસ OTT પ્લાનને 24 મહિના સુધી રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને શરૂઆતના 9 મહિના પર વધારાના 3 મહિનાની વધારાની મફત વેલિડિટી આપે છે.
જો તમે એવા બ્રોડબેન્ડ પ્લાનની શોધમાં છો જેમાં તમને ઝડપી ઇન્ટરનેટ સ્પીડ, અનલિમિટેડ કોલિંગ અને મનોરંજન માટે Disney+ Hotstar નું સબ્સ્ક્રિપ્શન મળે છે, તો BSNL નો આ પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. ખાસ કરીને જો તમે લાંબી અવધિ માટે રિચાર્જ કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આ પ્લાન પર તમને 3 મહિનાની વધારાની વેલિડિટી પણ મળી જાય છે.