કાલે વર્ષ 2024 નું સૌથી પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જે માટે NASA દ્વારા મોબાઈલ યુઝર્સ માટે ચેતવણી આપવામાં આવે છે જે લોકોને સૂર્યગ્રહણના ફોનમાં ફોટા પાડવાનો શોખ હોય છે તેવા લોકોને જણાવી દેવામાં આવે છે કે સૂર્યગ્રહણ નો ફોટો લેવાથી ફોનનું સેન્સર ખરાબ થઈ શકે છે જેથી જો તમે ફોનને રિપેર કરવાનો ભારે ખર્ચ ન ઉઠાવવા માંગતા હોવ તો NASA દ્વારા કેટલીક ટીપ્સ આપવામાં આવી છે તેનું ધ્યાન રાખો.
ક્યારે અને કેટલા સમયે છે સૂર્યગ્રહણ
આ 2024 નું પહેલું સૂર્યગ્રહણ છે. જે ભારતીય સમય અનુસાર 8 એપ્રિલ સોમવાર રાત્રે 9:12 થી 9 એપ્રિલ મંગળવાર રાત્રે 2:22 વાગ્યા સુધી રહેશે. જે પાંચ કલાક દસ મિનિટ જેટલું લાંબુ હશે.
યુટયુબરે NASA ને કર્યો સવાલ
તાજેતરમાં MKBHD નામના યુટ્યુબરે X(એક્સ) પર NASA ને ટેગ કરી સવાલ પૂછ્યો હતો કે સૂર્યગ્રહણ (Solar Eclipse) દરમિયાન કેમેરા સેન્સરને કંઈ નુકસાન થાય છે કે નહીં તે અંગે તેની મૂંઝવણ હતી.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
યુટ્યુબરના આ સવાલ પર NASA એ તેને X(એક્સ) પર ટેગ કરી ઉત્તર આપતા જણાવ્યું કે તેમના ફોટો ડિપાર્ટમેન્ટ અનુસાર જો તમે તમારા ફોન અથવા કેમેરાનો સીધો પોઇન્ટ સૂર્ય તરફ રાખો છો તો તેનાથી કેમેરા સેન્સર બળી જાય છે અને ફોનને નુકસાન પહોંચે છે.
નાસા દ્વારા આપવામાં આવી ટિપ્સ
જો કોઈપણ સૂર્યગ્રહણ નો ફોટો લેવા માંગતું હોય તો NASA એ કહ્યું કે આંશિક રૂપે ઢંકાયેલા સૂર્યની ફોટોગ્રાફી વખતે સૌર ફિલ્ટર ઉપયોગ કરવો. અને ફોનનો પોઇન્ટ સીધો સૂર્ય પર ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. NASA કહ્યું કે ફોટોગ્રાફી માટે કેમેરા કરતાં ફોટોગ્રાફરનું ટેલેન્ટ જરૂરી હોય છે.