હવે ગૂગલ પર સર્ચ કરવા માટે દેવા પડશે પૈસા, જાણો શું છે સંપૂર્ણ બાબત!

Anand
By -
0

 

અમદાવાદ: જ્યારે તમે કોઈપણ માહિતી શોધવા માટે ઓનલાઈન જાઓ છો, ત્યારે તમે સૌથી પહેલા ગૂગલ સર્ચનો ઉપયોગ કરો છો. ગૂગલ સર્ચ શરૂ થયું ત્યારથી મફત રહ્યું છે અને તેથી જ તે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે. પરંતુ શું ભવિષ્યમાં ગૂગલ સર્ચ માટે કોઈ ફી લઇ શકે છે? તાજેતરના અહેવાલો કંઈક આવું જ સૂચવે છે કે ગૂગલ દ્વારા તેની AI સર્વિસ માટે ચાર્જ લેવામાં આવશે.




AI આધારિત પ્રીમિયમ સુવિધાઓ


Google તેની શોધ ક્ષમતાઓને વધુ સારી બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ AI આધારિત સુવિધાઓને પ્રીમિયમ બનાવામાં આવશે, જેના માટે ભવિષ્યમાં ફી વસૂલવામાં આવે તેવી શક્યતા છે.


AI-જનરેટેડ સ્નેપશોટ: જ્યારે તમે સર્ચ કરશો, ત્યારે આ ફીચર તે વિષયનો સંક્ષિપ્ત સારાંશ બતાવશે. આ સારાંશ AI દ્વારા જનરેટ કરવામાં આવશે અને વિષય શું છે અને તે તમારી શોધ સાથે કેટલો સંબંધિત છે તે ઝડપથી સમજવામાં તમને મદદ કરશે.


Gemini AI : આ એક સ્માર્ટ AI સહાયક છે જે તમારા ઇમેઇલ અને દસ્તાવેજ સંચાલનને સરળ બનાવશે. ગુગલ દ્વારા Chatgpt ને ટક્કર આપવા માટે આ સર્વિસ શરૂ કરવામાં આવી હતી.




શું ગૂગલ સર્ચ હજુ પણ ફ્રી રહેશે?


હમણાં માટે, Google સર્ચ મફત રહેવાની ધારણા છે. જો કે, ભવિષ્યમાં કંપની દ્વારા તેમાં ફેરફાર થઈ શકે છે. હાલ માટે Google AI સુવિધાઓ માટે પેમેન્ટ પ્લાન લાવવાનું છે, માટે હાલમાં સામાન્ય ગૂગલ સર્ચ પ્રીમિયમ થવાની કોઈ સંભાવના નથી.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


ગૂગલ AI ટેક્નોલોજીમાં સતત રોકાણ કરી રહ્યું છે. AI-આધારિત પ્રીમિયમ સુવિધાઓ માટે ચાર્જ કરવાથી કંપનીને આ ક્ષેત્રે રોકાણ ચાલુ રાખવામાં મદદ મળશે. જે Google ને ChatGPT જેવી પ્રતિસ્પર્ધી કંપનીઓથી આગળ રહેવામાં મદદ કરી શકે છે.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)