અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. માટે આ સ્માર્ટફોનમાં કોઈપણ ખામી આવે તો લોકો તરત જ નજીકની લોકલ દુકાન પર જતા રહે છે. જે લોકોની સૌથી મોટી ભૂલ છે. પરંતુ આ ભૂલ તેમને ઘણી મોંઘી પડી શકે છે.
એક્સપર્ટ્સનાં મતે, લોકલ દુકાન પર સ્માર્ટફોન રિપેર કરાવવાનું ટાળવું જોઈએ. આનાથી ફોનને વધુ નુકસાન થવાનું અને ડેટા ચોરીનું જોખમ રહેલું છે. તમારો ફોન તમારી વ્યક્તિગત માહિતીનો ભંડાર છે જેમાં બેંકિંગ એપ્લિકેશનો, ફોટા, સંદેશાઓ વગેરે માહિતી હોય છે. લોકલ રિપેર શોપમાં ઘણીવાર તમારા ડેટાની સુરક્ષાનો અભાવ હોય છે.
લોકલ શોપથી રિપેર નહી કરાવવાના કારણો:-
• વોટર રેઝિસ્ટન્સ ખતમઃ લોકલ દુકાન પર ફોન ખોલવા અને બંધ કરવા માટે ઘણીવાર યોગ્ય ટેકનિક અને સાધનોનો ઉપયોગ થતો નથી. આના કારણે ફોનની અસલી પેકિંગને નુકસાન થઈ શકે છે, જેના લીધે તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ નહી રહે. જ્યારે સર્વિસ સેન્ટર પર ફોનને યોગ્ય મશીન દ્વારા ખોલવામાં અને બંધ કરવામાં આવે છે.
• ડેટા સુરક્ષા ચિંતાઃ તમારા ફોનમાં બેંકિંગ એપ્લિકેશન, ફોટા, વીડિયો સહિત ઘણી ગોપનીય માહિતી હોય છે. આ ડેટાનું લોકલ શોપ પર રિપેર દરમિયાન ચોરીનું જોખમ રહે છે. જ્યારે કંપનીના સર્વિસ સેન્ટર પર રિપેર કરાવો છો તમારે કંઇપણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સંપૂર્ણ જવાબદારી કંપનીની હોય છે.
• ડુપ્લીકેટ પાર્ટ્સ: ઘણીવાર લોકલ શોપ પર ઓરિજીનલ નહીં, પરંતુ ડુપ્લિકેટ પાર્ટસ નો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી તમારી સમસ્યા તો દૂર થશે નહીં, પરંતુ ફોનને વધુ નુકસાન થવાનું જોખમ રહે છે.
મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ સર્વિસ સેન્ટર સિવાય અન્ય જગ્યાએ રિપેર કરાવવા પર ફોનની વોરંટી રદ કરી દે છે. માટે જો તમારા સ્માર્ટફોનમાં કોઈપણ સમસ્યા હોય તો તમારે હંમેશા કંપનીના સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. અહીં અનુભવી ટેકનિશિયન દ્વારા યોગ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.