અમદાવાદ: ટેક જાયન્ટ એપલે તેના ગ્રાહકોની ડિમાન્ડના કારણે હવે લાંબા સમયથી રાહ જોયા બાદ વર્ષના બીજા ભાગમાં સસ્તા AirPods Lite લૉન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. એપલના આ નવા AirPods ની કિંમત અત્યારના લેટેસ્ટ મોડલ્સ કરતા ઓછી હોવાની ધારણા છે, જેનાથી તે મધ્યમવર્ગના ગ્રાહકો માટે વધુ બજેટ ફ્રેન્ડલી બને છે.
AirPods Lite ની અપેક્ષિત વિશેષતાઓ:
• એક્ટિવ નોઇસ કેન્સલેશન (ANC): આ ફીચર બહારના વધારાના અવાજને ઘટાડી દેશે અને વધુ સારી સાઉન્ડ ક્વોલિટી પ્રદાન કરશે.
• USB-C ચાર્જિંગ: આ ડિવાઈસ માં USB-C પોર્ટ જોવા મળશે. જેના દ્વારા અન્ય Apple ઉપકરણોને ચાર્જ કરી શકો છો.
• વધુ સારો 'Find My' સપોર્ટ: જો તમે તમારા AirPods ગુમાવી દો છો, તો ‘Find My’ ફીચર દ્વારા તેને સરળતાથી શોધી શકશો.
• અન્ય સંભવિત વિશેષતાઓ: આ AirPods Spatial Audio, Transparency Mode અને IPX4 વોટર રેઝિસ્ટન્સ જેવી અન્ય ટોચની AirPods સુવિધાઓ સાથે આવવાની શક્યતા છે.
AirPods Lite ની કિંમત:
એપલે હજુ સુધી AirPods Lite ની કિંમત જાહેર કરી નથી, પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ AirPods ની કિંમત લેટેસ્ટ જનરેશનના AirPods કરતા ઓછી હશે. આ AirPods ની કિંમત ₹10,000 ની આસપાસ હોવાની ધારણા છે. એપલની આ વર્ષના બીજા ભાગમાં, જૂનથી ડિસેમ્બર ની વચ્ચે AirPods Lite લૉન્ચ કરવાની યોજના છે.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
એપલને આશા છે કે સસ્તા AirPods Lite નવા ગ્રાહકોને આકર્ષિત કરશે અને બજારમાં તેની પકડ મજબૂત કરશે. એવા ઘણા લોકો છે જેઓ મોંઘાં AirPods ખરીદવાનું પસંદ કરે છે પરંતુ વધુ કિંમતને કારણે પાછળ હટી જાય છે. AirPods Lite આવા ગ્રાહકો માટે એક આકર્ષક વિકલ્પ બની શકે છે.