અમદાવાદ: દેશની ટોચની ટેલિકોમ કંપનીમાની એક એરટેલે ડિજિટલાઇઝેશન અને નવીનતા તરફ નવો વળાંક લીધો છે. એરટેલે આજે દેશભરમાં સત્તાવાર રીતે eSIM સેવાઓ શરૂ કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે. આ પગલું સ્માર્ટફોન વપરાશકર્તાઓને વધુ સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરે છે. જે તમને એક જ ડીવાઈસમાં ઘણા ઓપરેટરો સાથે જોડાવાની અનુમતિ આપે છે.
eSIM ખરીદવાના ફાયદાઓ
eSIM એક ડિજિટલ SIM કાર્ડ છે જે સીધું તમારા ફોનમાં જ ફીટ થઈ જાય છે. પ્લાસ્ટિકના પરંપરાગત SIM કાર્ડની જરૂરિયાત દૂર કરી દે છે. જેના કારણે પ્લાસ્ટિકના વપરાશને ઘટાડે છે. અને ઘણા બધા સીમ કાર્ડ સંભાળવાની જવાબદારીથી છુટકારો આપે છે.
જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો eSIM ને તાત્કાલિક ધોરણે નિષ્ક્રિય કરી શકાય છે. અથવા જો તમે નવો ફોન ખરીદ્યો છો તો તમે ફક્ત QR કોડ સ્કેન કરીને તમારી eSIM પ્રોફાઇલ નવા ફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.
એરટેલ eSIM કેવી રીતે મેળવવું?
• તમારા એરટેલ નંબરથી 121 પર "eSIM <તમારી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી>" લખીને SMS મોકલો.
• ત્યારબાદ એરટેલ તરફથી વેરિફિકેશન માટે એક કોડ મોકલવામાં આવશે. જેના જવાબમાં વેરિફિકેશન કરી લેવું.
• પછી તમને eSIM એક્ટિવેટ કરવા આગળ મોકલેલા ઈમેઈલ આઈડી પર QR કોડ મોકલવામાં આવશે.
• ત્યારબાદ તમારા ફોનની સેટિંગ્સમાં જાઓ, જો તમે એન્ડ્રોઇડ યૂઝર છો તો મોબાઈલ નેટવર્ક વિકલ્પ પસંદ કરો અને IOS યૂઝર છો તો મોબાઈલ સર્વિસ વિકલ્પ પસંદ કરો. અને QR કોડને સ્કેન કરો.
• ત્યારબાદ Android યૂઝર Add મોબાઈલ નેટવર્ક અને IOS યૂઝર Add eSIM નો વિકલ્પ પસંદ કરો. અને QR કોડ સ્કેન કરો. પછી તમારા e-SIM માટે લેબલ નાખો અને Add બટન પર ક્લિક કરો.