વોટસએપ ફરીથી અડધા કલાક સુધી ડાઉન થયું, હજારો યૂઝર્સને થઈ રહી છે સમસ્યા!

Anand
By -
0


અમદાવાદ: લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ બુધવારે રાત્રે ફરી એકવાર અડધા કલાક સુધી ડાઉન થઈ હતી. આ અંગે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયેલી ફરિયાદો અનુસાર, યૂઝર્સને મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે દેશભરના હજારો વપરાશકતાઓર્ને ફોન કૉલ્સ અને SMS નો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે.


WhatsApp down news in gujarati

આ વર્ષમાં આ પહેલીવાર નથી કે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન થયું હોય. આ પહેલાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ જેવા અન્ય મેટા (વ્હોટ્સએપની પેરેંટ કંપની) માલિકીના પ્લેટફોર્મ્સ પણ ડાઉન થયા હતા. આ સંદર્ભે, ડાઉનડાયરેક્ટર જેવી વેબસાઇટ પર નોંધાયેલી માહિતી અનુસાર, લગભગ 17,000 થી વધુ ભારતીય યૂઝર્સ દ્વારા વ્હોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ કરી હતી.



સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું


જ્યારે વ્હોટ્સએપ ડાઉન થયું ત્યારે સોશિયલ મીડિયા X પર WhatsApp Down ટ્રેન્ડ થવા લાગ્યું. કેટલાક વપરાશકર્તાઓ દ્વારા કંપનીનો મજાક ઉડાવવા અને તેમની હતાશા વ્યક્ત કરવા માટે મીમ્સ પોસ્ટ કરવામાં આવ્યા હતા. વપરાશકર્તાઓને આ સમસ્યાના કારણે વિડિયોકોલ અને મેસેજ મોકલવામાં સમસ્યા થઈ રહી હતી. જેથી તેમણે કૉલ્સ અને SMS નો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.



મેટા નું આવ્યું નિવેદન


વ્હોટ્સએપ ડાઉન થયા બાદ મેટા દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "અમને જાણ થઈ છે કે કેટલાક વપરાશકર્તાઓને વ્હોટ્સએપનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અમે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કામ કરી રહ્યા છીએ. જેનાથી યૂઝર્સ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


વ્હોટ્સએપ ડાઉન થયા પછી મેટા કંપની તરફથી હજુ સુધી આ સમસ્યાનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ટેકનિકલ ખામી અથવા સર્વર ઓવરલોડને કારણે આ સમસ્યા થઈ હશે.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)