અમદાવાદ: સેમસંગ તેના સસ્તા 5G સ્માર્ટફોન Samsung Galaxy M15 5G ને ટુંક સમયમાં જ ભારતમાં લૉન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોન ઓછી કિંમતમાં બહુ વધારે ધરાવે છે. કંપની આ ફોનને 8 એપ્રિલે લૉન્ચ કરવાની છે. જે માટે એમેઝોન પર આ ફોનનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર આ ફોનની કિંમત ₹15,000 ની આસપાસ હોવાની શક્યતા છે.
આ ફોનને કંપનીએ ઘણા દેશોમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોનને સ્કાય બ્લુ, બ્લુ ટોપાજ અને સ્ટોન ગ્રે એમ ત્રણ કલરમાં ખરીદી શકો છો. આ ફોનને 4GB RAM + 128GB સ્ટોરેજ અને 6GB RAM + 128GB એમ બે સ્ટોરેજ વેરીઅન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. Galaxy M15 5G Android 14 પર આધારિત કામ કરે છે જેમાં 5 વર્ષ સુધી સુરક્ષા અપડેટ્સ મેળવી શકશો.
પ્રિ-બુકિંગ માટેની સંપૂર્ણ જાણકારી
પ્રી-બુકિંગ કરવા માટે Amazon પર જઈને 4GB રેમ અથવા 6GB રેમવાળો વેરિયન્ટ પસંદ કરી શકાય છે. કલર ઑપ્શનમાં સ્કાય બ્લુ, બ્લુ ટોપાજ અને સ્ટોન ગ્રે સામેલ છે. આ ફોનની ₹999 માં પ્રી-બુકિંગ કરી શકો છો. આ ફોન 8 એપ્રિલ બપોરે 12 વાગ્યે લૉન્ચ થશે. આ ફોનની પ્રિ-બુકિંગ કરવા વાળાને કંપની તરફથી ₹1699ની કિંમતનું 25W fast ચાર્જર ફક્ત ₹299 માં આપવામાં આવશે.
Galaxy M15 5G: પ્રોસેસર અને ડિસ્પ્લે
Samsung Galaxy M15 5G MediaTek Dimensity 6100+ પ્રોસેસર છે. જે કોર્સ ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ દરમિયાન પણ સ્મૂથ અને રિસ્પોન્સિવ અનુભવ આપે છે. આ ફોનમાં 6.5 ઇંચનું FHD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે 90Hz રિફ્રેશ રેટ ધરાવે છે. જે વિઝ્યુઅલ સાથે ગેમિંગ અને સ્ક્રીનિંગનો શ્રેષ્ઠ અનુભવ છે.
Galaxy M15 5G: કેમેરા અને બેટરી
ફોટોગ્રાફીના શોખીન માટે આ ફોન એક સારો વિકલ્પ હોઈ શકે છે. જેમાં ટ્રિપલ રેરિયર કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે, જેમાં 50MP નો પ્રાઈમરી કેમેરો છે. આ ઉપરાંત 5MP અને 2MP સાથે બે અન્ય કેમેરા છે. સેલ્ફી માટે 13MP નો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6000mAh ની લાંબી ચાલે એવી બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે.