અમદાવાદ: IQOO ભારતમાં 4 વર્ષ પૂરા કર્યાની ખુશીમાં તેણે iQOO 12 નો એનિવર્સરી એડિશન લોન્ચ કર્યો છે! આ એડિશન પહેલાંના IQOO 12 નો જ નવો કલર વેરિઅન્ટ છે, જેને ડેઝર્ટ રેડ નામ આપવામાં આવ્યું છે. આ ફોન પહેલાં ચીનમાં વીગન લેધર ફિનિશ સાથે લોન્ચ થયો હતો, પરંતુ ભારતમાં તે સામાન્ય ફિનિશમાં આવશે. જો તમે IQOO 12 ના ફેન છો અને તમારો ફોન બીજા કરતા અલગ દેખાય આવે તો આ ફોન તમારા માટે છે.
આ ફોન IQOO 12 જેવી જ પાવરફૂલ પ્રોસેસર, સ્મૂધ પરફોર્મન્સ અને શાનદાર કેમેરા સિસ્ટમ ધરાવે છે, પરંતુ આ એડિશન આકર્ષક ડેઝર્ટ રેડ ફિનિશ સાથે આવે છે. જે તેને વધુ સ્લીક અને પ્રીમિયમ બનાવે છે. આ ફોનમાં 5000MAH ની લાંબી બેટરી છે જે 120W ના ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. જેનાથી ફોન માત્ર 30 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે.
IQOO 12 ડેઝર્ટ રેડ સ્પેશિયલ એડિશનના ફીચર્સ
• લેટેસ્ટ પ્રોસેસર: આ ફોન Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ પ્રોસેસર ધરાવે છે.
• ડિસ્પ્લે: વાત કરીએ ડિસ્પ્લેની તો આ ફોનમાં 6.78 ઇંચની 1.5K LTPO AMOLED ડિસ્પ્લે (2800 × 1260 પિક્સેલ, HDR10+, 3000 નીટ્સ પીક બ્રાઇટનેસ) છે.
• રેમ અને સ્ટોરેજ: LPDDR5x RAM અને UFS 4.0 સ્ટોરેજ ધરાવે છે.
• કેમેરા સિસ્ટમ: આ ફોનમાં 50MPનો પ્રાઇમરી કેમેરો, 50MP આલ્ટ્રાવાઈડ, 64MP પેરિસ્કોપ ટેલીફોટો જોવા મળશે. જે પોટ્રેટથી લઈને લાંબા અંતરના ફોટા સુધી આસાનીથી ખેંચી શકશે. સેલ્ફી લવર્સ માટે 16MP ફ્રન્ટ કેમેરા જોવા મળશે.
• બેટરી: આ ફોનમાં 5000MAH ની લાંબી બેટરી છે જે 120W ના ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. જેનાથી ફોન માત્ર 30 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે.
વોટસએપ ગ્રુપમાં જોડાવો Join Now
કિંમત અને ઉપલબ્ધતા
IQOO 12 ડેઝર્ટ રેડ ની કિંમત ₹52,999 છે, જેને HDFC અને ICICI બેંકના કાર્ડ દ્વારા ખરીદી પર ₹3,000 નું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન પરથી ખરીદી શકો છો. આ ફોનની સેલ 9 એપ્રિલથી શરૂ કરવામાં આવશે.