Android યુઝર્સ માટે ગુગલ લાવી રહ્યું છે અદ્ભુત ફીચર! મોબાઈલ નેટવર્ક વગર પણ મેસેજ મોકલી શકાશે

Anand
By -
0


અમદાવાદ: ટેક જાયન્ટ ગૂગલ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર Android યુઝર્સ માટે ટૂંક સમયમાં રોલ આઉટ થઈ શકે છે. જેનાથી યુઝર્સ મોબાઈલ નેટવર્ક વગર પણ તેમના ફોનથી મેસેજ મોકલી શકશે. પછી ભલે તમે જંગલમાં કે પહાડમાં હોવ આ ફીચર દ્વારા તમે તમારા મિત્રો અને કુટુંબીજનોનો સંપર્ક કરી શકો છો. ગુગલનું આ ફીચર iPhoneના સેટેલાઈટ કનેક્ટિવિટી ફીચરથી અલગ હશે.



અત્યારે આ ફીચર નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ગુગલ છેલ્લા કેટલાક સમયથી આ અદ્ભુત ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર તાજેતરમાં બીટા ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. ગૂગલ આ ફીચરને "સેટેલાઈટ મેસેજિંગ સર્વિસ" ના નામથી રજૂ કરી શકે છે. જેના દ્વારા યુઝર્સ કોઈપણ એક્ટિવ મોબાઈલ નેટવર્ક વગર પણ તેમના ફોનથી મેસેજ મોકલી શકશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ ફિચરમાં ગૂગલ પોતાના AI ટૂલ Gemini ને પણ સામેલ કરી શકે છે.



સેટેલાઈટ મેસેજિંગ ફીચર


• Google Message માં સેટેલાઈટ મેસેજિંગ ફીચર ઉપરાંત AI ટૂલ Gemini AIનો પણ સમાવેશ કરવામાં આવશે.


• જેના દ્વારા યુઝર્સ Gemini AI થી સૂચનો મેળવીને તેમના સ્માર્ટફોનમાં મેસેજ મોકલી શકશે.


• ગુગલના સેટેલાઈટ મેસેજિંગ ફીચરને સૌપ્રથમ 9To5Google વેબસાઈટ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે.



કેવી રીતે કરે છે કામ?


• ગુગલ મેસેજના લેટેસ્ટ બીટા વર્ઝન 20240329_01_RC00માં સેટેલાઈટ મેસેજિંગ ફીચર જોવા મળ્યું છે.


• આ વર્ઝનના કોડિંગમાં ત્રણ અલગ-અલગ ફીચર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા, "ક્લિયર વ્યૂ" સાથે "સ્ટે આઉટસાઈડ" અને સેટેલાઈટ મેસેજિંગનો સમાવેશ થાય છે. 

 

• યુઝર્સ સેટેલાઈટ મેસેજિંગ ફીચર દ્વારા ફોટો અને વિડિયો મોકલી શકશે નહીં. આ ફીચરને ગુગલ મેસેજમાં ઈમરજન્સી સેવા (SOS) તરીકે ઉમેરવામાં આવશે.



વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


iPhone માં ફક્ત ઈમરજન્સી સમયે લોકેશન શેરિંગ ની જ સુવિધા મળે છે, જ્યારે ગુગલની આ સુવિધાથી તમે સંપર્કો સાથે મેસેજ દ્વારા વાતચીત કરી શકો છો. તમે તમારા પરિવારને જણાવી શકો છો કે તમે સલામત છો અથવા મદદ માટે તમારા મિત્રોને જાણ કરી શકો છો. આ ફિચર Android 15 સાથે આવવાની શક્યતા છે, જેની હજુ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી.




Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)