એરટેલનો ધમાકેદાર 5G પ્લાન: 3 મહિના ફ્રી Disney+ Hotstar, દરરોજ 2GB ડેટા અને 84 દિવસની વેલિડીટી

Anand
By -
0


અમદાવાદ: એરટેલે ભારતમાં તેનો નવો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે, જેની કિંમત 869 રૂપિયા છે. આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેઓ વધારે રોજિંદા ડેટાનો ઉપયોગ કરે છે અને સાથે સાથે OTT પ્લેટફોર્મનો પણ આનંદ માણવા માંગે છે. આ પ્લાનમાં અનલિમિટેડ 5G ઇન્ટરનેટ ડેટા નો લાભ મળે છે.


Airtel 869 recharge plan in gujarati



₹869 નો ધમાકેદાર પ્લાન


આ પ્લાન એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેઓ મનોરંજનની સાથે સાથે હાઇ-સ્પીડ ઇન્ટરનેટનો લાભ લેવા માંગે છે. આ પ્લાન માં તમને રોજિંદા 2GB ડેટા, 84 દિવસની વેલિડીટી મળે છે. અને અનલિમિટેડ કોલિંગ અને SMS નો લાભ મળે છે.



આ પ્લાનની ખાસિયત એ છે કે આ પ્લાનમાં 3 મહિનાનું ફ્રી Disney+ Hotstar (Mobile) નું સબ્સ્ક્રિપ્શન મળે છે. જેના દ્વારા નવીનતમ ફિલ્મો, ટીવી શો, અને લાઇવ સ્પોર્ટ્સનો આનંદ માણી શકો છો. આના સિવાય જો તમે 5G કનેક્ટિવટી વિસ્તારમાં છો તો 5G અનલિમિટેડ ઈન્ટરનેટની પણ સુવિધા મળે છે. 



અન્ય ₹839 નો પ્લાન


₹839 નો પ્લાન: આ પ્લાન તેમના માટે ફાયદાકારક છે જેઓ ઓછા બજેટમાં 5G નો અનુભવ લેવા માંગે છે. આમાં તમને ₹869 વાળા પ્લાનના જેવા બધા જ લાભો મળે છે, સિવાય કે તમને Disney+ Hotstar ની જગ્યાએ Airtel Xstream Premium નું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


જો તમે 5G સર્વિસ વિસ્તારમાં રહો છો અને મનોરંજનની સાથે સાથે હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો પણ આનંદ માણવા માંગો છો, તો એરટેલનો આ નવો 5G પ્રીપેડ પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ છે. આ પ્લાન લેતા પહેલાં એરટેલની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર જઈને તમે તમારા વિસ્તારની 5G કવરેજની સરળતાથી તપાસ કરી શકો છો. 



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)