ઓનલાઇન ગેમ રમવાના કારણે 18 વર્ષીય યુવકે 2 લાખ રૂપિયા ગુમાવ્યા, ત્યારબાદ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું!

Jaydeep
By -
0

અમદાવાદ: અત્યારના સમયમાં યુવાનો અને બાળકોને ઓનલાઇન ગેમિંગ રમવાનો ખૂબ જ ચસ્કો લાગ્યો છે. જેના કારણે સાઇબર ફ્રોડ ના કેસ માં વધારો જોવા મળ્યો છે. આવી જ એક ઘટના મુંબઈની છે. જેમાં યુવક તેની માતાના ફોનમાં ઓનલાઈન ગેમ્સ રમી રહ્યો હતો અને સાયબર ફ્રોડ નો શિકાર બન્યો હતો. જેમાં તેણે પિતાના એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ગુમાવી દીધા.

Online Gaming fraud news in Gujarati

હાલના સમયમાં ઘણા લોકો લાખો અને કરોડોના સાઇબર ફ્રોડનો ભોગ બનતા હોય છે પરંતુ મુંબઈના નાલા સોપારા વિસ્તારના આ 18 વર્ષના યુવાને પિતાના એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા સાયબર ફ્રોડ માં ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.



ગેમ રમવાના કારણે બન્યો સાયબર ફ્રોડ નો ભોગ


સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ યુવક હજુ 11 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો તે પોતાની માતાના ફોનમાં ઓનલાઇન ગેમ રમી રહ્યો હતો જે દરમિયાન તેણે એક મેસેજ આવ્યો અને તે મેસેજ ખોલીને લિંક પર ક્લિક કરતાની સાથે જ તેના પિતાના એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા ઉપડી ગયા અને ત્યારબાદ તે સમજી જાય છે કે તે સાયબર ફ્રોડ નો શિકાર બની ગયો છે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now



સાયબર ફ્રોડના કારણે કરી આત્મહત્યા

માતાના ફોનમાં ગેમ રમતા સાયબર ફ્રોડ નો શિકાર થતા યુવક ખૂબ જ ગભરાઈ ગયો. આ વાતથી ઘરમાં દરેક અજાણ હતા યુવકે ગભરાઈ જવાથી માતા અને પિતા સાથે કઈ વાત કરી નહીં અને આખરે ડરીને તેણે પેસ્ટીસાઈડ પી લીધું અને તેની માતાએ તેને જોઈ જતા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ દુર્ભાગ્યે સારવાર દરમિયાન જ યુવકનું મૃત્યુ થઈ ગયું.



દારૂના સેવન કે ફ્રોડ ના કારણે કરી આત્મહત્યા?

હોસ્પિટલ દ્વારા યુવકના મૃત્યુનું કારણ દારૂનું સેવન બતાવવામાં આવ્યું હતું પરંતુ પોલીસ તરફથી સાયબર ફ્રોડ એ યુવકના મૃત્યુનું કારણ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ વધુ તપાસ માટે આ ફોનને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)