એમેઝોને ભારતમાં લૉન્ચ કર્યું Bazzar નામનું નવું શોપિંગ પ્લેટફોર્મ, રસોડાનો સામાન ફક્ત 125 રૂપિયાથી શરૂ!

Anand
By -
0


અમદાવાદ: જો તમે ઓનલાઈન શોપિંગના શોખીન છો તો શોપિંગ કંપની એમેઝોન દ્વારા Bazzar નામનું નવું પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જેઓ ઓછા ભાવે ખરીદી કરવા માગે છે.


Amazon launch new Bazzar shopping platform in india

એવું માનવામાં આવે છે કે વર્તમાન બજારની મંદી અને એમેઝોનના વિકાસ દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. એમેઝોનનું આ નવું પ્લેટફોર્મ સીધી રીતે Flipkart અને Reliance Jio જેવા મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે હરીફાઈ કરશે.



રેક શ્રેણીમાં સસ્તા ભાવ


Bazzar ને વિવિધ પ્રકારના ગ્રાહકોને પોસાય તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તમે ફેશન ફ્રીક હોવ અથવા ઘરની સજાવટની વસ્તુઓ શોધી રહ્યાં હોવ, Bazzar માં દરેક પ્રકારના લોકો માટે કંઈક ને કંઈક હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમે અહીં ખૂબ જ ઓછી કિંમતે ફેશન સામાન, ઈલેક્ટ્રોનિક્સ, ઘરગથ્થુ સામાન અને દરેક રસોડાનો સામાન મેળવી શકો છો. જો રિપોર્ટ્સનું માનીએ તો, રસોડાના વાસણો ની કિંમત માત્ર 125 રૂપિયાથી શરૂ થઈ શકે છે!



સરળ રીતે એક્સેસ કરી શકશો


અહીં તમને નવી શોપિંગ એપ્સ ડાઉનલોડ કરવામાં વારંવાર પડતી મુશ્કેલીમાંથી રાહત મળશે. બજારનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા માટે હાલની એમેઝોન એપમાં આ પ્લેટફો્મ માટે અલગ વિભાગ ઉપલબ્ધ હશે. એટલે કે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ સરળતાથી તેનો લાભ લઈ શકે છે.


વોટસએપ ગ્રુપમાં જોડાવો         Join Now


Bazzar હજુ તેના શરૂઆતના તબક્કામાં છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તે ભારતીય ગ્રાહકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ઓછી કિંમતો અને ઘણી વિવિધતા સાથે, તે મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે સ્પર્ધા કરશે. આવનારા સમયમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે Bazzar ભારતીય બજારમાં કેટલી ધૂમ મચાવે છે!



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)