WWDC 2024 ની તારીખ જાહેર, Apple લોન્ચ કરી શકે છે આ ધમાકેદાર પ્રોડક્ટ!

Jaydeep
By -
0

અમદાવાદ: Apple દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે થનારા તેના WWDC 2024 ઇવેન્ટ ની તારીખ બહાર પાડવામાં આવી છે. જે 10 જૂનથી 14 જૂન સુધી રાખવામાં આવી છે મળેલ માહિતી અનુસાર એપલ આ ઈવેન્ટમાં નવા સોફ્ટવેર અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, આ ઇવેન્ટમાં ડેવલોપર્સ અને વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકે છે.

Wwdc apple event news in Gujarati
                                image credit : people matters

WWDC 2024 ના ચાર દિવસના આ ઇવેન્ટની તારીખ Apple દ્વારા બુધવારે જાહેર  કરવામાં આવી હતી. એપલ તેના વાર્ષિક સંમેલનનો કાર્યક્રમ તેના મુખ્યાલયમાં કરે છે જેને ઓનલાઇન સ્ટ્રીમ કરવામાં આવે છે આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે મર્યાદિત ડેવલોપર્સને કંપનીની વેબસાઈટ દ્વારા આમંત્રણ આપવામાં આવશે જેથી તેમને નવા સોફ્ટવેર ફીચર જોવાનો મોકો મળી શકે.


શું જોવા મળી શકે છે ખાસ?


Apple દર વર્ષની જેમ આ વર્ષે પણ WWDC (વર્લ્ડ વાઈડ ડેવલોપર કોન્ફરન્સ) માં નવા સોફ્ટવેર આપણી સમક્ષ મૂકી શકશે સૂત્રો અનુસાર કહી શકાય છે કે એપલ આ ઇવેન્ટ દરમિયાન iOS, iPadOS, WatchOS, tvOS, અને macOS ના નવા વર્ઝન લાવી શકે છે.

એપલ યુઝર્સને આ ઇવેન્ટ દરમિયાન નવા અપડેટ્સ અને ફીચર્સ વિશે માહિતી મળશે જો કે આ સોફ્ટવેર અપડેટ માત્ર ડેવલોપર બીટા વર્ઝનમાં હશે પરંતુ સપ્ટેમ્બરમાં લોન્ચ થનારી નવી iphone 16 સિરીઝની સાથે આ નવા સોફ્ટવેર અપડેટ મળી શકે છે.


લોન્ચ થઈ શકે છે આ નવા AI ફીચર્સ!


એપલ એ તેના આ ઇવેન્ટ વિશે વધુ માહિતી બહાર પાડી નથી પરંતુ સુત્રો અનુસાર કહી શકાય છે કે આ વખતે કંપનીએ એ AI પર ખૂબ જ વધુ ધ્યાન આપ્યું છે Apple અને Google સાથે મળી તેના આઈફોન, મેકબુક અને કમ્પ્યુટરમાં નવા જનરેટિવ AI ફીચર્સ આપી Samsung સાથે બરાબરી કરી શકશે. આ ઉપરાંત નવા iOS 18 અપડેટ સાથે AI ફીચર્સ આપવામાં આવી શકે છે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)