વોટ્સએપ પર પૈસા પણ મોકલી શકાશે, ખૂબ જ સરળતાથી આવી રીતે કરી શકાશે ઓનલાઇન પેમેન્ટ!

Jaydeep
By -
0

 

અમદાવાદઃ Whatsapp એ લોકોના રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગી થઇ ગયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હવે વોટ્સએપમાં યુપીઆઈ પેમેન્ટનો ઓપ્શન આપવામાં આવશે. જેના દ્વારા યુઝર ગમે ત્યારે મેસેજની માફક સરળતા થી પૈસા ટ્રાન્સફર કરી શકશે. સૌપ્રથમ આ ફિચર બીટા વર્ઝનમાં જોવા મળશે Whatsapp નું આ મની ટ્રાન્સફર ફીચર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરેલ યુપીઆઈ પર કામ કરે છે.


WhatsApp UPI features In Gujarati


આ ફિચેરનો યુઝ કરવા કેટલીક વસ્તુઓ અનિવાર્ય છે!

સૌપ્રથમ યુઝર ની પાસે પોતાનું બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે બેન્ક એકાઉન્ટ નંબર અને whatsapp નંબર બંને સમાન હોવા જોઈએ ત્યારબાદ whatsapp પર સમાન નંબર વાળું બેન્ક એકાઉન્ટ એડ કરવું પડશે.



યુપીઆઈ ફિચરની શરૂઆત કરવા માટે ના પગલાં

Whatsapp Settings --> Payments --> Add new payment method --> Select Bank --> Verify Number --> Debit card Number --> OTP --> હવે તમારા વોટસએપ પર UPI પેમેન્ટ કરી શકશો.



QR કોડ સ્કેન દ્વારા થશે પેમેન્ટ

વોટસએપ માં પણ અન્ય ઓનલાઈન પેમેન્ટ એપની જેમ QR કોડ સ્કેન કરીને મની ટ્રાન્સફર કરી શકાશે. ગેલેરીમાં રાખેલ કોડ ને સ્કેન કરીને અથવા કેમેરા દ્વારા સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકાશે જેથી વારંવાર ઓનલાઇન પેમેન્ટ એપ ની જરૂર પડશે નહીં.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)