અમદાવાદ: WhatsApp પર અવારનવાર અપડેટ આવતા રહે છે. Whatsapp તરફથી હમણાં જ એક મહત્વનું સુરક્ષા અપડેટ આવ્યું છે જેમાં whatsapp એ પોતાના કરોડો યુઝર્સના એકાઉન્ટની પ્રાઇવેસી માટે મહત્વના અપડેટ્સ કર્યા છે જેમાં એક્સ્ટ્રા સિક્યુરિટી ફિચર્સ એડ કરવામાં આવ્યા છે.
Whatsapp એ ખૂબ જ મોટું ચેટ, વોઇસ કોલ અને વિડીયો કોલ માટેનું પ્લેટફોર્મ છે. જે નાનાથી લઈને મોટા દરેક ઉંમરના અને દરેક પ્રકારના લોકોનું અગત્યનું અંગ સ્વરૂપ છે. વર્તમાન સમયમાં વોટસએપ પાસે ૨૦૦ કરોડથી પણ વધારે યુઝર્સ છે. તેથી તેને પ્રાઇવસી અને સેફટી ઉપરાંત કેટલાક અગત્યના અપડેટ મોકલ્યા છે
શું છે નવું સિક્યુરિટી અપડેટ?
Whatsapp દ્વારા યુઝર્સને ચેટ લોકની સુવિધા મળે છે જે બાયોમેટ્રિક, પૅટર્ન, પિન વગેરેની સેફ્ટી પરત મળતી હતી. તે સિવાય લોકો થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા એપલોક નો ઉપયોગ કરતા હતા. હવે whatsapp દ્વારા તેના પર કામ ચાલી રહ્યું હોય તેવા સૂત્રો દ્વારા અપડેટ્સ મળ્યા છે.
Whatsapp સ્ટેટસ માં આવ્યું મહત્વનું ફીચર!
હવે whatsapp માં પણ instagram ની જેમ સ્ટોરીઝમાં ટેગ કરી શકાય છે તેવી જ રીતે સ્ટેટસ મૂકતી વખતે કોઈપણ કોન્ટેક કરી શકાશે અને સ્ટેટસ મૂક્યા બાદ તે વ્યક્તિને નોટિફિકેશન જતી રહેશે જેથી કરીને યુઝરે વારંવાર યુઝ લિસ્ટ ચેક કરવી પડશે નહીં.
Whatsapp DP માં જરૂરી સિક્યુરિટી અપડેટ
કંપનીના નવા અપડેટ અનુસાર હવે કોઈપણ યુઝર અન્ય યુઝરની DP(સામાન્ય ભાષામાં પ્રોફાઈલ ફોટો) નો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. જ્યારે પણ અન્ય વ્યક્તિની DP ઓપન કરવામાં આવશે તો ડિફોલ્ટ રીતે સ્ક્રીનશોટ નો ઓપ્શન બંધ કરી દેવામાં આવશે.