અમદવાદઃ એરટેલ અને જીઓને ટક્કર આપવા માટે વોડાફોન આઈડિયા નવા નવા પ્લાન લોન્ચ કરતું રહે છે. હમણાં જ વોડાફોન આઈડિયા એ ₹૭૧૯ નો એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ, ૧.૫ જીબી ડેઇલી ડેટા અને ૮૪ દિવસની વેલીડિટી જોવા મળે છે.
આ પ્લાનમાં શું મળે છે?
અનલિમિટેડ કૉલિંગ: આ પ્લાન માં 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે.
126GB ડેટા (દરરોજ 1.5GB): આ પ્લાનમાં તમને 84 દિવસ માટે કુલ 126GB ડેટા મળે છે. દરરોજ 1.5GB ડેટા સાથે, તમે ઑનલાઇન સ્ટ્રીમિંગ, ગેમિંગ અને ઇન્ટરનેટ સર્ફીંગ કરી શકો છો.
Binge All Night: રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો આનંદ માણી શકો છો.
Weekend Data Rollover: અઠવાડિયાના અંતમાં ઉપયોગ ન કરેલ ડેટા આગલા અઠવાડિયામાં આગળ વધારી દેવામાં આવે છે, જેથી તમે તમારા ડેટાનો મહત્તમ લાભ લઈ શકો.
VI Movies & TV સબ્સ્ક્રિપ્શન: આ પ્લાન સાથે તમને VI Movies & TV એપ્લિકેશન પર મફત સબ્સ્ક્રિપ્શન મળે છે, જેના દ્વારા તમારી મનપસંદ લેટેસ્ટ મૂવી અથવા વેબ સિરીઝ જોઈ શકો છો.
VI નો આ પ્લાન એવા લોકો માટે છે કે જે લોકો વધારે ડેટા નો ઉપયોગ કરતા હોય અથવા રાત્રીના મૂવી અથવા વેબસિરીઝ જોવાના શોખીન હોય તેવા ગ્રાહકો માટે વોડાફોન આઈડિયા ખૂબ જ સસ્તામાં આ નવો પ્લાન લોન્ચ કર્યો છે.