આ શહેરોમાં વોડાફોન આઈડિયા એ શરૂ કરી eSIM સેવા, જાણો eSIM સક્રિય કરવાની પૂરી પ્રક્રિયા!

Anand
By -
0


અમદાવાદ : જો તમે પણ વોડાફોન આઈડિયા ના યુઝર છો તો તમારા માટે ખુશીના સમાચાર આવ્યા છે. હમણાં જ કંપનીએ પોતાના ગ્રાહકો માટે eSIM સેવા લૉન્ચ કરી છે. આ સર્વિસને અમુક શહેરોમાં શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા JIO અને એરટેલે પણ પોતાના eSIM લૉન્ચ કર્યા હતા. હવે વોડાફોન આઈડિયા એ પણ પાછળ ના રહેતા પોતાની eSIM સેવા શરૂ કરી દીધી છે.


Vi ESIM news in Gujarati, vi ESIM activation process in Gujarati

વોડાફોન આઈડિયા એ જણાવ્યુ કે આ eSIM સેવા ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ સેવાનો તમે સપોર્ટેડ સ્માર્ટવોચમાં પણ આનંદ માણી શકો છે. અત્યારે આ સેવા મહારાષ્ટ્ર અને ગોવામાં શરૂ કરવામાં આવી છે.



શું છે eSIM?

eSIM એ એક ડિજિટલ SIM છે. જેને તમારે ફિઝિકલ SIM ની જેમ મોબાઈલમાં દાખલ કરવાનું હોતું નથી. જેમાં તમે એક સાથે બે નંબરોનો પણ ઉપયોગ કરી શકો છો.

 


Vi eSIM સક્રિય કરવાની પ્રક્રિયા :


1. જો તમે Vi ના યુઝર છો તો તમારે 199 પર eSIM [Your registered email ID] ટાઈપ કરીને SMS કરવાનો છે.

2. હવે તમને કન્ફર્મેશન SMS મળશે, જેના જવાબમાં તમારે ESIMY લખીને મોકલવાનું છે.

3. હવે કંપની તરફથી તમને કન્ફર્મેશન માટે કોલ કરવામાં આવશે.

4. જેના પછી તમારી આગળ મોકલેલી ઈમેઈલ આઈડી પર કંપની તરફથી QR કોડ મોકલવામાં આવશે.

5. QR કોડને સ્કેન કરવાથી તમારૂં eSIM સક્રિય થઈ જશે.


નોંધ : આ સેવા અમુક પસંદીદા ડીવાઈસ ને જ સપોર્ટ કરે છે. માટે કંપનીની વેબસાઇટ પરથી ચકાસણી કરીને જ eSIM ખરીદવું.

Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)