અમદાવાદ: ટેલિકોમ કંપની VI દ્વારા નવા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. VI એ આ પ્લાન ખાસ કરીને જીઓ અને એરટેલ સાથે હરીફાઈ કરવા માટે લોન્ચ કર્યા છે. આ પ્લાન માં યૂઝર્સ ને ૮૫૦ GB ડેટા મળે છે. તેના સિવાય વપરાશકર્તા ને અન્ય ઘણા બધા ફાયદા મળે છે. દેશભરમાં ધીમે ધીમે 5G નેટવર્ક નો પ્રસાર થઈ રહ્યો છે માટે Vi એ ગ્રાહકોને લુભવવા આ પ્લાન રજૂ કર્યો છે.
Vi નો સસ્તો વાર્ષિક રિચાર્જ પ્લાન!
• Vi ના આ રિચાર્જ પ્લાનની કિંમત ₹૨,૯૯૯ છે જેની વેલીડિટી ૩૬૫ દિવસની છે.
• આ પ્લાન માં ટોટલ 850GB ડેટા મળે છે જેથી ગમે તેટલી movies, ગેમ્સ, ડાઉનલોડ કરો.
• આ પ્લાન માં ફ્રી Vi Movies & TVનું ફ્રી સબ્સ્ક્રિપ્શન સાથે મળે છે!
• Vi ના આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 100 SMS કરવાની સુવિધા પણ મળે છે.
કોના માટે આ પ્લાન ફાયદાકારક છે?
OTT પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરનારા: જે લોકો મોટાભાગનો સમય Netflix, Amazon Prime Video, Disney+ Hotstar જેવા OTT પ્લેટફોર્મ પર પસાર કરે છે તેમને આ પ્લાન ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ પ્લાનમાં 850GB ડેટા મળે છે જે આખા વર્ષ માટે પૂરતો છે.
વર્ક ફ્રોમ હોમ કરનારા: જે લોકો ઘરેથી કામ કરે છે અને ઓફિસના કામ માટે ડેટા પર આધાર રાખે છે તેમના માટે આ પ્લાન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં ડેટાની કોઈ લિમિટ નથી.