અમદાવાદ: આજના ટેકનોલોજીના જમાનામાં દરેક કામ સરળ થઈ ગયું છે હવે મુસાફરી કરવા માટે વાહન સુધી જવું પડતું નથી તેના બદલે વાહન જાતે જ આપણી પાસે આવી જાય છે લોકો વચ્ચે ઓનલાઈન ટેક્સી સુવિધા પૂરી પાડતી એપ્લિકેશન્સમાં Uber ખૂબ જ પ્રચલિત છે. વિકસિત ધમધમતા શહેરોમાં લોકો આવી એપ્લિકેશનનો ઉપયોગ ખૂબ જ વધુ પ્રમાણમાં કરે છે.
કલ્પના કરો કે તમને માત્ર 62 રૂપિયાની મુસાફરીનું કરોડોમાં બિલ મળે તો તમારી શું પ્રતિક્રિયા હશે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગ્રાહકે 62 રૂપિયામાં Uber બુક કરી હતી અને મુસાફરી પૂર્ણ થયા બાદ તેને 7 કરોડનું બિલ જોવા મળ્યું હતું.
જાણો શું છે સંપૂર્ણ ઘટના?
દિપક તેનગુરીયા નામના વ્યક્તિએ રોજના રૂટિન મુજબ Uber દ્વારા ઓટો બુક કરી ત્યારે 62 રૂપિયા ખર્ચ બતાવ્યો અને મુસાફરી પૂર્ણ થતા જ તેણે જોયું કે કુલ ખર્ચ રૂપિયા 7,66,83,762/- બતાવવામાં આવ્યો હતો. આ બિલમાં મુસાફરી માટે રૂપિયા 1,67,74,647/- ઉપરાંત વેટિંગ ચાર્જ રૂપિયા 5,99,09,189/- લગાવ્યો હતો જેમાં કંપની દ્વારા રૂપિયા 75/- ની છૂટ પણ આપવામાં આવી હતી.
सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t
— Ashish Mishra (@ktakshish) March 29, 2024
સમગ્ર ઘટનાની યુવકે સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરી. X પોસ્ટ પર કંપનીએ જવાબ આપતા અસુવિધા બદલ માફી માંગી અને થોડા સમયમાં સમસ્યાનો સમાધાન કરવાની ખાતરી આપી.
અગાઉ પણ થઈ છે આવી ઘટના!
આ પ્રકારની આ પહેલી પહેલી ઘટના નથી જેમાં Uber દ્વારા આટલો ચાર્જ કરવામાં આવ્યો હોય આશરે એક વર્ષ પહેલા પણ એક કપલ સાથે આવી સમાન ઘટના બની હતી જેમાં તેમણે 55 ડોલરની મુસાફરી ના અંતે 29,994 ડોલર ખર્ચ બતાવવામાં આવ્યો હતો જેમાં કંપનીએ કરન્સીની ભૂલ ગણાવી હતી.