Tecno એ લોન્ચ કર્યો ધાંસુ ગેમિંગ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ!

Anand
By -
0


અમદાવાદ: ટેક્નોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન Tecno Pova 6 Pro 5G લોન્ચ કરી દીધો છે. આ ફોન 108MP કેમેરા, 70W ફાસ્ટ ચાર્જિંગ અને 6000mAh ની બેટરી જેવા ફીચર્સથી સજ્જ છે. આ ફોનમાં પાછળના ભાગે કૂલિંગ સિસ્ટમ છે જે ફોનને થોડા થોડા સમયે ઠંડુ કરતું રહે છે.


Tecno Pova 6 Pro 5G review and news in Gujarati

Tecno Pova 6 Pro 5G ફેન્ટમ બ્લુ અને સુપરનોવા ઓરેન્જ કલરમાં ઉપલબ્ધ થશે. જે Android 13 પર આધારિત HiOS 13 પર કામ કરશે. આ ફોનમાં 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.3, GPS અને USB Type-C પોર્ટ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.


Tecno Pova 6 Pro સ્પેસીફિકેશન:-


ફીચર વિગતો
ડિસ્પ્લે 6.78 ઇંચ FHD+ (1080 x 2436 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે
રીફ્રેશ રેટ (Refresh Rate) 120Hz
ડિઝાઇન પંચ-હોલ કટ
પ્રોસેસર MediaTek Dimensity 6080 SoC
રેમ 8GB/12GB LPDDR4X RAM
સ્ટોરેજ 256GB UFS 3.1
મુખ્ય કેમેરો 108MP
ફ્રન્ટ કેમેરા 32MP સેન્સર



કિંમત અને ઉપલબ્ધતા:-


ટેક્નો પોવા 6 પ્રો 5G ભારતમાં નીચે પ્રમાણે બે વેરીઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે:


• ₹19,999: 6GB RAM + 128GB સ્ટોરેજ

• ₹21,999: 8GB RAM + 128GB સ્ટોરેજ


આ ફોનનું પ્રથમ વેચાણ 4 એપ્રિલ, 2024ના રોજ Amazon પર કરવામાં આવશે. પ્રથમ સેલ દરમ્યાન, ગ્રાહકોને ₹2,000 સુધીનું બેંક ડિસ્કાઉન્ટ અને ₹4,999 ની કિંમતનું ટેક્નો S2 સ્પીકર મફત મેળવી મળશે.




ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)