અમદાવાદ : સેમસંગે ગ્રાહકો માટે આગામી હોળીના તહેવારને વધુ યાદગાર બનાવવા ખાસ સેલની જાહેરાત કરી છે. આ ‘હોળી ધમાકા’ સેલ ૧૫ માર્ચથી શરૂ થઈને ૨૬ માર્ચ સુધી ચાલશે. આ સેલ દરમિયાન ગ્રાહકોને કંપનીના વિવિધ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો પર બમ્પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ મળશે.
સ્માર્ટફોન પર 60% સુધીની છૂટ:
હોળી ધમાકા સેલમાં ગ્રાહકોને નવા સ્માર્ટફોનની ખરીદી પર ઘણી બચત કરવાની તક મળશે. લેટેસ્ટ Galaxy S24 series સહિત અન્ય Galaxy સ્માર્ટફોન્સ પર 60% સુધીની છૂટ આપવામાં આવી રહી છે. ગયા વર્ષના ફ્લેગશિપ મોડલ્સ Galaxy S23 Ultra અને S23 પર પણ ઘણી બચત કરવાની તક મળી રહેશે. ફોલ્ડેબલ ફોનના શોખીન લોકો માટે Galaxy Z Fold5 અને Z Flip5 પર પણ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
લેપટોપ પર 45% સુધીનો ડિસ્કાઉન્ટ:
આ સેલમાં નવી Galaxy Book 4 series સહિત અન્ય સેમસંગના લેપટોપ્સ પર 45% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ Galaxy Book 4 Pro, Pro 360 કે 4 360 પસંદ કરી શકે છે.
ટીવી પર 48% સુધીની છૂટ અને વધારાનું એક્સચેન્જ બોનસ :
સેમસંગની સેલમાં ટીવી ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે. જેમાં QLED અને Neo-QLED TV મોડલ્સ પર 48% સુધીની છૂટ આપવામાં આવી રહી છે. જૂના ટીવીનું એક્સચેન્જ કરીને વધારાનું ₹15,250 સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે.
અન્ય ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો પર પણ ઓફર્સ:
હોળી ધમાકા સેલ ફક્ત સ્માર્ટફોન, લેપટોપ અને ટીવી પર જ મર્યાદિત નથી. આ સેલ દરમિયાન ટેબલેટ અને વોચ પર પણ આકર્ષક ડીલ્સ મળી શકે છે.
ક્યાં થી ખરીદી કરવી?
ગ્રાહકો સેમસંગની વેબસાઈટ, સેમસંગ શોપ એપ અથવા કંપનીના ઓફલાઈન સ્ટોર્સ પર જઈને આ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.