અમદાવાદ: દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગે ભારતીય બજારને ધ્યાનમાં રાખીને નવો 5G સ્માર્ટફોન Galaxy M55 5G લોન્ચ કર્યો છે. આ ફોન ખાસ સેલ્ફી લવર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોનને હાલ બ્રાઝિલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ટુંક સમયમાં તેની ભારતમાં પણ લોન્ચ થવાની ધારણા છે.
સ્પીડ અને પરફોર્મન્સની વાત કરીએ તો, Galaxy M55 5G માં Qualcomm Snapdragon 7 Gen 1 પ્રોસેસર દ્વારા સંચાલિત થાય છે. જે મલ્ટી ટાસ્કિંગ અને હેવી ગેમિંગ કરવા માટે સક્ષમ છે. સાથે આ ફોનમાં 8GB RAM અને 256GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. આ ફોન લાઈટ ગ્રીન અને ડાર્ક બ્લુ કલરમાં ઉપલબ્ધ છે.
ડિસ્પ્લે અને ડિઝાઇન:-
Galaxy M55 5G 6.7 ઇંચની AMOLED+ ડિસ્પ્લે સાથે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1,000 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ડિઝાઇનની વાત કરીએ તો, આ ફોનનો લુક થોડો ઘણો Galaxy A55 5G જેવો જ છે. પરંતુ બંને ફોનના કેમેરા સેટઅપમાં થોડો તફાવત જોવા મળે છે.
શું છે કેમેરાની ખાસિયત?
જેમ કે ઉપર જણાવવામાં આવ્યું છે, Samsung Galaxy M55 5G 50MP સેલ્ફી કેમેરા સાથે આવે છે, જે સેલ્ફી લવર્સ માટે ખાસ આકર્ષણ છે. રિઅર સાઇડ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 50MP નો મુખ્ય કેમેરા (OIS સપોર્ટ સાથે), 8MP આલ્ટ્રા વાઈડ, 2MP નું માઈક્રો કેમેરો સામેલ છે.
અન્ય મહત્વપૂર્ણ ફીચર્સ:-
• 5,000mAh ની લાંબા સમય સુધી ચાલે તેવી બેટરી, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
• લેટેસ્ટ Android 14 પર આધારિત OneUI 6.0
• IP67 વોટર અને ડસ્ટ પ્રૂફ રેટિંગ
• ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર
• કનેક્ટિવિટી માટે Wi-Fi 6, USB Type-C, Bluetooth 5.2 અને NFC
સેમસંગે હજુ સુધી ભારતીય બજારમાં Galaxy M55 5G ની લોન્ચ ડેટ જાહેર કરી નથી. જોકે, આ ફોનને બ્રાઝિલમાં BZR 2,699 (આશરે ₹45,000) ની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ ફોનની કિંમત થોડી વધુ હોવાની ધારણા છે.