Redmi Note 13 Turbo: શાનદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સાથે આવી રહ્યો છે નવો ધમાકેદાર ફોન!

Anand
By -
0


અમદાવાદ: Xiaomi તેની Redmi Note 13 સિરીઝનો નવો સ્માર્ટફોન, Redmi Note 13 Turbo ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચ થાય તે પહેલાં જ આ ફોનના સ્પેસિફિકેશન્સ લીક થઈ ગયા છે. આ ફોન લેટેસ્ટ Snapdragon 8s Gen3 પ્રોસેસર અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. આ ફોનની સ્પેસિફિકેશન્સ નીચે પ્રમાણે છે.




લેટેસ્ટ પ્રોસેસર અને ડિસ્પ્લે:-


• આ ફોન 6.78 ઇંચની OLED સ્ક્રીન 144Hz રીફ્રેશ રેટને સપોર્ટ કરશે, જેનાથી ગેમિંગ અને સ્ક્રોલિંગમાં સ્મુથ અનુભવ મળશે.


• 5,000 mAhની ધમાકેદાર બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે, જે ફોનને થોડી જ મિનિટોમાં ચાર્જ કરી દેશે.


• Redmi Note 13 Turboમાં લેટેસ્ટ Qualcomm Snapdragon 8s Gen3 પ્રોસેસર હશે.



કેમેરા અને સોફ્ટવેર:-


• આ ફોનમાં 50 મેગાપિક્સેલ નો પ્રાઈમરી કેમેરો છે જે Sony IMX882 સેન્સર સાથે આવે છે. જે 4K વિડિયો રેકોર્ડ કરવા માટે સક્ષમ છે.


• સેલ્ફી માટે 20 મેગાપિક્સેલ નો ફ્રન્ટ કેમેરો છે.


• Android 14 ઓપરેટિંગ સિસ્ટમ ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ્ડ આવશે, જે લેટેસ્ટ નવા ફીચર્સ અને સુરક્ષા અપડેટ્સ પ્રદાન કરશે.



આ ફોનની સંભવિત કિંમત ₹૨૯,૯૦૦ છે આ સ્માર્ટફોન Note 13 સીરીઝનો સૌથી દમદાર સ્માર્ટફોન હશે. શાનદાર ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સાથે આ ફોન માર્કેટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. લોન્ચની તારીખ હજુ સુધી કંપનીએ જાહેર કરી નથી, પરંતુ ટૂંક સમયમાં આ ફોન ભારતમાં લોન્ચ થવાની ધારણા છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)