અમદાવાદ: realme એ તેના બે સ્માર્ટફોન realme 12 અને Realme 12+ 5G ને ભારતમાં લૉન્ચ થયા છે. આ બંને ફોનને થોડા દિવસો પહેલા ઇન્ડોનેશિયામાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. Realme ની આ બજેટ સ્માર્ટફોન સિરીઝ 16,999 રૂપિયાની શરૂઆતની કિંમતમાં મળશે. જેની સાથે કંપની Realme T300 ઇયરબડ્સ ફ્રીમાં ઓફર કરી રહી છે.
Realme 12 અને Realme 12+ 5G ના ફીચર્સ:
ડિસ્પ્લે: Realme 12 માં 6.72 ઇંચનો FHD+ ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. Realme 12+ 5G માં 6.67 ઇંચનો OLED ડિસ્પ્લે છે જે 2000 nits ની પીક બ્રાઇટનેસ સુધી સપોર્ટ કરે છે.
પ્રોસેસર: Realme 12 MediaTek Dimensity 6100+ 5G પ્રોસેસર સાથે આવે છે. Realme 12+ 5G MediaTek Dimensity 7050 5G ચિપસેટ પર કામ કરે છે.
RAM અને સ્ટોરેજ: Realme 12 6GB અને 8GB RAM ના વિકલ્પમાં આવે છે, જ્યારે Realme 12+ 5G 8GB RAM સાથે આવે છે. બંને ફોન 128GB અને 256GB સ્ટોરેજ ધરાવે છે.
બેટરી: Realme 12 અને Realme 12+ 5G બંનેમાં 5,000mAh ની બેટરી છે. Realme 12 45W USB Type-C ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જ્યારે Realme 12+ 5G 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કેમેરા: Realme 12 માં 108MP મુખ્ય કેમેરા, 2MP પોટ્રેટ કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા છે. Realme 12+ 5G માં 50MP મુખ્ય કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP માઈક્રો કેમેરા છે. બંને ફોનમાં 8MP સેલ્ફી કેમેરા છે.
ઓપરેટિંગ સિસ્ટમ: Realme 12 અને Realme 12+ 5G Android 14 પર આધારિત Realme UI 5.0 સાથે આવે છે.
મોડલ | કિંમત |
---|---|
Realme 12 5G (6GB RAM + 128GB) | ₹16,999 |
Realme 12 5G (8GB RAM + 128GB) | ₹17,999 |
Realme 12+ 5G (8GB RAM + 128GB) | ₹20,999 |
Realme 12+ 5G (8GB RAM + 256GB) | ₹21,999 |
Realme 12+ 5G પર Axis ના ક્રેડિટકાર્ડ થી ખરીદવાથી ₹1,950 નું ડિસ્કાઉન્ટ મળશે. આ સિરીઝનું Flipkart પરથી વેચાણ કરવામાં આવશે.