અમદાવાદ: Portronics એ તેના નવા Portronics Harmonics Twins 28 Wireless Earbuds લોન્ચ કર્યા છે. જે એલઇડી ડિસ્પ્લે અને એક્ટિવ નોઇસ કૈસિલેશન ફીચર સાથે આવે છે. આ ઈયરબડ્સ ANC અને ENC જેવી લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે. જે ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ કોલિંગ અને સંગીત અનુભવ પ્રદાન કરે છે.
Portronics એ આ ઈયરબડ્સમાં એક્ટિવ નોઈઝ કૈંસિલેસન ફીચર આપ્યું છે. આ ઈયરબડ્સમાં 400 Mah ની બેટરી છે. જે એકવાર ચાર્જ થી 50 કલાક સુધી ચાલે છે. ઈયરબડ્સ 10 મિનિટ ચાર્જ કરવાથી 120 મિનિટ સુધી ચાલે છે. આ ઈયરબડ્સ કાળા,સફેદ અને વાદળી કલરમાં ઉપલબ્ધ છે.
શું છે ANC અને ENC ટેકનોલોજી?
આ ઈયરબડ્સમાં ANC અને ENC જેવી તકનીક છે તેથી ગ્રાહકોને ખૂબ જ સારી કોલિંગ એક્સપિરિયન્સ મળશે સાથે નોઈઝ કૈસિલેસન ફિચરની મદદથી આસપાસના 20 db સુધીના અવાજને બ્લોક કરશે જે તમને કોલિંગ વખતે સારી સાઉન્ડ ક્વોલિટી પ્રદાન કરે છે.
આ ઈયરબડ્સ ને વધારે સ્ટાઇલિશ બનાવવા એક એલઇડી ડિસ્પ્લે પણ છે. જે ગૂગલ આસિસ્ટન્ટ અને SIRI ને સપોર્ટ કરે છે. સાથે સ્ટેમ પર ટચ કન્ટ્રોલ મળે છે જેથી તમે કોલ અને મ્યુઝિક કંટ્રોલ કરી શકો છો. આ ઈયરબડ્સમાં ipex 5 રેટિંગ વોટર રજીસ્ટ્રેટ છે.
કિંમત અને ઉપલબ્ધતા
Portronics Harmonics Twins 28 Earbuds ની કિંમત 1400 રૂપિયા છે. જે ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તા ANC ટેકનોલોજી વાળા ઈયરબડ્સ છે. જેને Amazon અને Flipkart અથવા પોટ્રોનિક્સ ની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. કંપની આ ઈયરબડ્સ પર બાર મહિનાની વોરંટી પણ આપે છે.