અમદાવાદ: Oneplus તેના ફલેગશિપ્ ફોન માટે જાણીતું છે. વનપ્લસ એ થોડા સમય પહેલા Oneplus 12 લોન્ચ કર્યો હતો. દમદાર ફિચર્સ ધરાવતા આ સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ બેંક કાર્ડ પર ૧૦% જેટલું વધારાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છે.
કિંમત અને ઑફર:-
• OnePlus 12ની કિંમત ₹64,999 થી ઘટાડીને ₹63,059 કરવામાં આવી છે.
• HSBC, Citi બેંક અને ICICI બેંકના કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર 10 ટકાની વધારાની છૂટ મળી શકે છે.
• આ ફોન પર નો-કોસ્ટ-EMI ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
OnePlus 12 સ્પેસિફિકેશન:-
• OnePlus 12માં 6.82 ઇંચની QHD+ 2K OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રીફ્રેશ રેટ અને 4500 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
• આ ફોનની ડિસ્પ્લે Dolby Vision અને HDR 10 ને પણ સપોર્ટ કરે છે.
• આ ફોનમાં લેટેસ્ટ Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
• આ ફોનમાં ડ્યુઅલ Cyro - Velocity કૂલિંગ સિસ્ટમ પણ છે, જે ગેમિંગ અને મલ્ટી ટાસ્કિંગ કરતી વખતે ફોનને ઠંડુ રાખવામાં મદદ કરે છે.
બેટરી અને કેમેરા:-
• OnePlus 12 માં 5400mAh ની બેટરી આપવામાં આવી છે જે 100W SUPERVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે.
• આ ફોન Android 14 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
• કેમેરાની વાત કરીએ તો, ફોનના બેક પેનલ પર 64MP પ્રાઇમરી સેન્સર, 50MP સેકન્ડરી સેન્સર અને 48MP અલ્ટ્રાવાઈડ સેન્સર ધરાવતું ટ્રિપલ કેમેરા સિસ્ટમ છે.
• સેલ્ફી માટે 32MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
OnePlus 12 એક પાવરફૂલ સ્માર્ટફોન છે જે શાનદાર ડિસ્પ્લે, પ્રોસેસર, લાંબી ચાલતી બેટરી અને શક્તિશાળી કેમેરા સિસ્ટમ સાથે આવે છે. જો તમે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ ઓફર છે.