Netflix મફતમાં? Jio અને Airtel ના આ પ્લાનમાં મળશે 84 દિવસનું Netflix સબસ્ક્રિપ્શન!

Jaydeep
By -
0

 

Netflix એ અન્ય OTT પ્લેટફોર્મ્સની તુલનામાં સૌથી મોંઘુ છે, છતાં લોકો વેબ સિરીઝ અને મુવીઝ જોવા માટે અલગથી તેના સબસ્ક્રિપ્શન ખરીદે છે જોકે અલગથી આ OTT પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લેવાની કોઈ જરૂર નથી કારણ કે ટેલિકોમ કંપની Jio અને airtel પોતાના પ્રીપેડ પ્લાન્ટ દ્વારા ફ્રી નેટફ્લીક્સ સબસ્ક્રિપ્શન ની સુવિધા પૂરી પાડે છે.


Jio and Airtel new OTT subscription recharge plan in Gujarati

Airtel અને jio ના નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન વાળા સૌથી સસ્તા પ્લાનમાં તમે 84 દિવસ સુધી મજા માળી શકો જે ટ્રુલી 5G પર બેઝ છે ઉપરાંત તેમાં અન્ય એપ્સના પ્રીમિયમ પણ મળે છે પ્લાન વિશેની માહિતી આપણે આગળ મેળવીએ.


Jio ના બે નવા પ્લાન

Jio નો સૌથી સસ્તો Netflix પ્લાન રૂપિયા 1099/- માં આવે છે આ પ્લાનમાં 2GB/દિવસ ડેટા મળે છે 100/દિવસ મેસેજ સુવિધા મળે છે અનલિમિટેડ કોલ્સ ની સાથે 84 દિવસના આ પ્લાનમાં ટોટલ 168 GB ડેટા મળી રહે છે આ પ્લાનમાં મળતા સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો તેમાં Netflix(Mobile), Jio TV, JioCinema અને Jio Cloud નું પ્રીમિયમ મળી રહે છે.


Jio નો બીજો પ્લાન રૂપિયા 1499/- માં આવે છે જેમાં 3GB/દિવસ ડેટા સાથે 100/દિવસ મેસેજ, અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા પ્રાપ્ત થાય છે 84 દિવસના આ પ્લાનમાં ટોટલ 252 GB ડેટા મળી રહે છે જેમાં Netflix (Basic), Jio TV, JioCinema અને Jio Cloud નું પ્રીમિયમ મળી રહે છે.  


શું છે airtel ના નેટફ્લિક્સ પ્લાનમાં ખાસ?

Airtel નો આ પ્લાન રૂપિયા 1499/- માં આવે છે આ પ્લાનમાં 3GB/દિવસ ડેટા સાથે 100/દિવસ મેસેજ, અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા પ્રાપ્ત થાય છે 84 દિવસના આ પ્લાનમાં ટોટલ 252GB ડેટા મળી જાય છે આ પ્લાનમાં Netflix (Basic), Unlimited 5G Data, Appolo 247 Circle, free hello tunes, Wynk music નું પ્રીમિયમ મળી જાય છે.


કોના માટે છે આ પ્લાન 

Jio અને Airtel ના પ્લાન માત્ર સબસ્ક્રિપ્શન જ નહીં અન્ય પ્રીમિયમ સુવિધાઓ પણ પૂરી પાડે છે અને જો તમે ફ્રીમાં ઓટીટી કોન્ટેન્ટ નો આનંદ માણવા માંગતા હોવ તો આ પ્રકારના પ્લાન એ તમારી માટે સારો વિકલ્પ છે.



Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)