Motorola Edge 50 Ultra: ટુંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે આ ફોન, જાણો ઘણુ બધુ!

Jaydeep
By -
0

અમદાવાદ: Motorola દ્વારા તેના Edge 50 Ultra ના લોન્ચ પહેલા કેટલીક માહિતી લીક થઈ છે, આ ફોનને 3 એપ્રિલના દિવસે લોન્ચ કરી દેવામાં આવશે મોટોરોલા એ ક્લીન સ્ટોક એન્ડ્રોઇડ ફોન બનાવે છે બજારમાં તેના ઘણા ચાહકો મળી આવે છે. ઉલ્લેખનિય છેકે ઘણા સમયથી કંપની તેના સ્માર્ટફોનને ફલેગશિપ બનાવવા પર ધ્યાન આપી રહી હતી.


Motorola Edge 50 Ultra review and news in Gujarati


મોટોરોલા દ્વારા જ્યારે Edge 40 Ultra લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે તે ફોનને ઘણા સારા રિવ્યુસ મળ્યા હતા જે માત્ર ઓનલાઇન માર્કેટમાં અવેલેબલ હતો જેથી કહી શકાય છે કે નવો આવનાર Edge 50 Ultra ને કંપની દ્વારા ઓલરાઉન્ડર બનાવવામાં આવ્યો હશે. જેને flipkart પર ફોનને લીસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોનની સેલમાં આવવાની ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે.


એક સાથે ત્રણ ફોન થશે લોન્ચ!


કંપની Edge 50 Ultra ની સાથે જ અન્ય બીજા બે ફોન પણ લોન્ચ કરશે જેમાં Moto Edge 50 Pro અને Moto Edge 50 Fusion ને પણ સાથે લોન્ચ કરવામાં આવશે. આ સિરીઝમાં પણ Edge 40 સિરીઝ જેવા જ અને તેથી વધુ આકર્ષક ફીચર્સ આપવામાં આવશે.


Motorola Edge 50 Ultra ના સંભવિત ફિચર્સ:


એન્ડ્રોઇડ હેડલાઇન્સ મુજબ ફોન ત્રણ કલર ઓપ્શન સાથે આવી શકે છે જેમાં બ્લેક, પીચ અને બેઝ કલર જોવા મળી શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફોનમાં OLED Curved ડિસ્પ્લે જોવા મળશે, જે કદાચ 144hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. આ ફોન લેટેસ્ટ પાવરફુલ એવા Snapdragon 8s Gen 3 પ્રોસેસર સાથે આવશે.

આ ફોનમાં 32MP પંચ હોલ કેમેરા અને ત્રીપલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. ફોન બ્લેક કલરમાં લેધર ફિનિશ સાથે આવી શકે છે. Android 14 સાથે આવનાર આ ફોન Dolby Atmos સ્પીકર્સ, ફાસ્ટ ચાર્જર જેવા ફીચર્સ ધરાવે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)