અમદાવાદ: ભારતીય ઈલેક્ટ્રોનિક્સ કંપની mivi એ તેના નવા ઈયરબડ્સ mivi doupods i7 ને લોન્ચ કરી દીધા છે. આ વાયરલેસ ઈયરબડ્સમાં અનેક નવી ખાસિયતો જોવા મળી રહી છે. ચાલો તેને વિસ્તારથી જાણીએ.
Mivi duopods i7 માં શું છે ખાસ?
- 3D સાઉન્ડ સ્ટેજ અને ઈમર્સિવ ઓડિયો ક્વોલિટી.
- બેસ માટે ઉચ્ચ ફીડેલિટી બાસ ડાઈવર્સ આપવામાં આવ્યા છે.
- શ્રેષ્ઠ ઓડિયો અનુભવ માટે બ્લુટુથ ટેકનોલોજી નો ઉપયોગ કરીને ઉચ્ચ ઓડિયો કોડેક નો વપરાશ કર્યો છે.
Mivi duopods i7 ના સ્પેસિફિકેશન્સ:
ક્વોલિટી: mivi ના નવા ઈયરબડ્સ માં વાયરલેસ કેટેગરી સાથે 3D સાઉન્ડ સ્ટેજ અને ઈમર્સિવ ક્વોલિટી આવે છે. સ્પષ્ટ અને સુંદર અવાજ માટે AAC કોડેક નો ઉપયોગ કર્યો છે.
બ્લુટુથ કનેક્ટિવિટિ : આ ઈયરબડ્સ માં બ્લુટુથ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાંં આવ્યો છે. જે તમારા મોબાઇલ અથવા અન્ય ડીવાઈસ સાથે જોડાઈ રહેવામાં સહાય કરેે છે. તેની કનેક્ટિવિટી રેન્જ 10 મીટર અથવા 30 ફીટ છે જેનાથી ફાસ્ટ કનેક્ટિવિટી મેળવી શકાય છે.
કલર : આ ઈયરબડ્સ હાઈ ક્વોલીટી મેટ બેઝ સાથે પર્લ બ્લેક, એમ રાલ્ડ ગ્રીન,આયો એમ લાઈટ લેવેન્ડર,પીચ ફઝ,અને ટોપા વ્હાઇટ કલરમાં ખરીદી શકાશે.
ચાર્જર: આ ઈયરબડ્સને એકવાર ચાર્જ કરવાથી 55 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે. બંને બડ્સમાં 40 MAHની બેટરી અને કેસની ક્ષમતા 380 MAH છે.
ભારતમાં આ ઈયરબડ્સની કિંમત ₹1500 રૂપિયા મૂકવામાં આવી છેે. આ ઈયરબડ્સને mivi ની ઓફિસિયલ સાઇટ અને Flipkart અથવા Amazon પરથી ખરીદી શકાય છે.