Macbook Air M3 નું ભારતમાં વેચાણ શરૂ, મળી રહ્યું છે હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ!

Anand
By -
0


અમદાવાદ : એપલે ભારતમાં Macbook Air M3 નું વેચાણ શરૂ કરી દીધું છે. આ લેપટોપને 13 અને 15 ઇંચ એમ બે અલગ અલગ સાઈઝમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. આ લેપટોપમાં M3 ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આ લેપટોપ M1 કરતાં 60 ગણું વધારે પાવરફૂલ છે.


MacBook Air M3 news, review, offers in Gujarati

આ લેપટોપ ખૂબ જ પાતળા અને વજનમાં ખૂબ જ હલકા છે. MacBook Air M3 મિડનાઇટ, સ્ટારલાઇટ, સ્પેસ ગ્રે અને સિલ્વર એમ ચાર રંગોમાં ઉપલબ્ધ છે. અહી વિડિયો કોલીંગ માટે 1080P HD કેમેરો મળશે જે એડવાન્સ ઈમેજ સિગ્નલ પ્રોસેસર ની સાથે આવે છે. આ લેપટોપ 35Wના MAGSAFE ચાર્જર સાથે આવે છે,જેને 70W સુધી એક્સટેન્ડ કરાવી શકાય છે.


MacBook Air M3 ફિચર્સ:


ડિસ્પ્લે- 13.6 અને 15.3-ઇંચના બંને મેકબુકમાં અદ્ભુત લિક્વિડ રેટિના ડિસ્પ્લે મળે છે.

M3 ચિપ- આ ચિપ દ્વારા ઝડપી પરફોર્મન્સ મળશે. જેના દ્વારા ફોટો અથવા HD વીડિયોને સરળતાથી એડિટ કરી શકાય છે.

બેટરી- એક જ વાર ચાર્જ કરવા પર 18 કલાક નો બેટરી બેકઅપ મળશે. 

સ્ટોરેજ- તમારી જરૂરિયાત મુજબ 8GB થી 24GB RAM અને 256GB થી 2TB સુધીની સ્ટોરેજ પસંદ કરી શકો છો.


M2 ની કિંમતમાં મોટો ઘટાડો:

એપલે M3 લોન્ચ કરવાની સાથે M2 ની કિંમત ₹20,000 સુધી ઘટાડી દીધી છે. વિજય સેલ્સ અને રિલાયન્સ ડિજિટલ પર આ મેકબુક માત્ર ₹90,900 સુધીમાં મળી રહ્યું છે.


Apple MacBook Air M3 કિંમત (₹)

Apple MacBook Air M3 કિંમત (₹)

સ્ક્રીનનું કદ CPU/GPU RAM સ્ટોરેજ કિંમત
13-ઇંચ M3 ચિપ (8-કોર) 8GB 256GB 1,14,900
13-ઇંચ M3 ચિપ (8-કોર) 8GB 512GB 1,34,900
13-ઇંચ M3 ચિપ (8-કોર/10-કોર) 16GB 512GB 1,54,900
15-ઇંચ M3 ચિપ (8-કોર/10-કોર) 8GB 256GB 1,34,900
15-ઇંચ M3 ચિપ (8-કોર/10-કોર) 8GB 512GB 1,54,900
15-ઇંચ M3 ચિપ (8-કોર/10-કોર) 16GB 512GB 1,74,900
 

ડિસ્કાઉન્ટ અને ઉપલબ્ધતા:

એપલ આ નવા મેકબૂક પર ₹8000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. અને તેમાં પણ HDFC ના કાર્ડથી ખરીદી કરવા પર વધારાની છૂટ મળી રહી છે.

આ લેપટોપને તમે Apple.com, Apple સ્ટોર અથવા એપલના પસંદ કરાયેલા થર્ડ પાર્ટી રિટેલર પાસેથી ખરીદી શકો છો.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)