ટુંક સમયમાં જ આવી રહ્યો છે LAVA નો બજેટ સ્માર્ટફોન, DSLR ને પણ ટક્કર આપે તેવો કેમેરો!

Anand
By -
0


અમદાવાદ: ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ લાવા (Lava) એ નવા ફોન Lava O2 ને લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે એક બજેટ સ્માર્ટફોન છે. થોડા સમય પહેલા એમેઝોન પર ફોનની લિસ્ટીંગ કરવામાં આવી છે. હજુ સુધી કંપનીએ ઓફિશીઅલ રીતે સ્પેસીફિકેશન્સ જાહેર કર્યા નથી.




Lava O2 એવા વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેઓ ઓછી કિંમતે પાવરફુલ સ્માર્ટફોન શોધી રહ્યા છે. રોજિંદા કાર્યો માટે સ્માર્ટફોન વધુને વધુ જરૂરી બની રહ્યા હોવાથી, લાવાના આ ફોનની ભારતીય બજાર પર નોંધપાત્ર અસર પહોંચાડી શકે છે.



એમેઝોન લિસ્ટિંગના આધારે, Lava O2માં 6.5-ઇંચની  90Hz રીફ્રેશ રેટવાળી ડિસ્પ્લે હોવાની ધારણા છે. જ્યારે 50MP નો પ્રાઈમરી કેમેરો મળશે. આ ફોનમાં 8 GB RAM ની સાથે વર્ચ્યુઅલ RAM ની સુવિધા મળશે. વાત કરીએ બેટરી ની તો આ ફોનમાં 5000MAH ની બેટરી મળશે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.



આ ફોન એક 4G ડીવાઈસ છે જે લેટેસ્ટ Android 13 સોફ્ટવેરને સપોર્ટ કરે છે. આ ફોનમાં 50MP નો પ્રાઈમરી કેમેરો અને 8MP નો સેલ્ફી કેમેરો છે. આ ફોનને 8GB RAM અને 128 GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવશે. Lava O2માં Unisoc T616 શકિતશાળી પ્રોસેસર છે.


Tags:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)